રણવીર સિંહ સામે અસહકારનો દાવ, બોલિવૂડ બળી ગયું કે બર્નોલ ખૂટી ગયું?
હેમંત પરમાર દ્વારા
રણવીર સિંહ સામે અસહકારનો દાવ, બોલિવૂડ બળી ગયું કે બર્નોલ ખૂટી ગયું? હિન્દી ફિલ્મ જગતમાં અભિનેતા રણવીર સિંહ સામે FWICE (Federation of Western India Cine Employees) દ્વારા જાહેર કરાયેલા અસહકારના આદેશે નવા સવાલો ઊભા કર્યા છે. વર્ષોથી અનેક મોટા કલાકારોએ છેલ્લી ઘડીએ ફિલ્મો છોડી દીધી છે, સ્ક્રિપ્ટ બદલાવી હતી, નિર્માતાઓ સાથે મતભેદ પણ થયા હતા. પરંતુ ત્યારે કોઈએ અસહકારનું ઢોલ વગાડવામાં આવ્યું નહોતું. તો હવે અચાનક આટલી સખત કાર્યવાહી કેમ? શું ખરેખર નિયમની વાત છે કે પછી કોઈને બળતરા થઈ છે અને બર્નોલ લગાવવાથી પણ રાહત નથી મળી રહી?
આ પણ વાંચોઃ ગેરકાયદેસર ઘૂસણખોરી અને અસ્વાભાવિક વસ્તી વિષયક ફેરફારોના અભ્યાસ માટે સમિતિની રચના
ચર્ચા એવી છે કે રણવીર સિંહની ધુરંધર અને ધુરંધર-૨ જેવી ફિલ્મોની સફળતા અને તેમાં દેખાડવામાં આવેલી હકીકતે બોલિવૂડના એક વર્ગની ઊંઘ હરામ કરી દીધી છે. જે વાત વર્ષોથી પડદા પાછળ દબાતી હતી, એ જ વાત પડદા પર આવી જાય તો કેટલાક ચહેરા પર અસ્વસ્થતા દેખાય એ નવાઈની વાત નથી.
ફિલ્મોના નામે ક્રિએટિવિટીનો દાવો નવો નથી. છપાક ફિલ્મમાં એસિડ એટેકના આરોપી તરીકે રાજેશ નામ દર્શાવવામાં આવ્યું, જ્યારે જાહેર રિપોર્ટમાં આરોપી નઈમ ખાન હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સવાલ ઉઠ્યો હતો કે હકીકતનો રંગ બદલવાની જરૂર શા માટે પડી? પ્રેક્ષકોને સત્ય બતાવવાનું હતું કે પ્રોપોગેન્ડા મુજબ નામ ગોઠવવાનું?
એ જ રીતે ચક દે ઈન્ડિયા ફિલ્મમાં કોચ કબીર ખાન બતાવવામાં આવ્યો હતો, જ્યારે વાર્તાની પ્રેરણા મીર રંજન નેગી સાથે જોડાય છે. ત્યારે પણ લોકો પૂછતા હતા કે આ માત્ર કલાત્મક સ્વતંત્રતા હતી કે પછી કોઈ ખાસ વિચારધારાની પેકિંગ?
આ પણ વાંચોઃ લશ્કરી અને પોલીસ ભરતી પૂર્વે બનાસકાંઠાના યુવાનો માટે નિવાસી તાલીમ વર્ગો યોજાશે
હવે ડોન-૩નો મુદ્દો ગરમ છે. ચર્ચા મુજબ રણવીર સિંહે સ્ક્રિપ્ટમાં થોડા ફેરફારની વાત કરી, પરંતુ નિર્માતા ફરહાન અખ્તરે ના પાડી. ત્યારબાદ રણવીરે ફિલ્મ છોડી દીધી. ફરહાન અખ્તર અને એક્સેલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા FWICEમાં ફરિયાદ અને તરત જ અસહકારનો આદેશ? સવાલ એ છે કે એક અભિનેતાનો મતભેદ એટલો ખૂંચ્યો કેમ? ક્યાંક સ્ક્રિપ્ટમાં એવું કંઈ હતું જે બદલાય એ કેટલાક લોકોને મંજૂર નહોતું?

હાલમાં સોશિયલ મીડિયામાં પણ એક જ ચર્ચા છે કે જો બધું સામાન્ય છે તો આટલી બેચેની કેમ? અને જો ખરેખર કોઈની બળી ગઈ નથી, તો પછી બર્નોલના ડબ્બા શોધવાની આટલી ઉતાવળ શા માટે? બોલિવૂડ પાસે કદાચ જવાબ હશે જ.


