
માત્ર અજમો જ નહી પરંતુ તેના છોડના પાન પર રાહતનું કરે છે કામ, આટલી બીમારીઓને મટાડે છે આપનનો રસ
અજમો અને અજમાના પાન પ્રાચીન કાળથી આયુર્વેદીક સમસ્યાઓને માત આપતા આવ્યા છે, શરદી હોય. ,ઉઘરસ હોય કે પછી શરીરની કોઈ અન્ય બિમારી હોય અજમો તેને નાશ કરે છે તેજ રીતે અજમાના પાન પણ ઘણા ઉપયોગી છે.અજમાના પાનનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદા કારક છે જેમાં તે આરોગ્યને તંદુરસ્ત બનાવે છે, પીત્ત, કફ, શરદી, અપચો, ગેસ , આફરો દરેક સમસ્યામાં અજમાના પાન ખબબ જ ફાયદા કરવા છે.
અજમાના પાનને ચાવવાથી અને તેના રસને ગળી જવાથી કફમાં તેમજ શરદી રાહત થાય છે તો બીજી તરફ આ પાનને ગરમ તવીમાં મીઠૂં નાખીને શેકીને ખાવાથી પણ શરદીમાં આરામ મળે છે,આવા તો ઘણાય ઉપયોગ છે જેનાથી શરીરને આરામ મળે છે.
આ સાથે જ જ્યારે તમે ચા બનાવો છો ત્યારે ફૂદિનાના પાનની જેમ અજમાના પાનનો પણ ઉપયોગહ કરી શકો છો જેનાથી ચા ખૂબજ સરસ બને છે અને ગળામાં થતી પીડામાં રાહત આપે છે, ચા માં પાન ઉકળી જવાથી તેનો રસ ચામાં ભળી જાય છે અને તેના ઓષધિય ગુણો આપણા શરીરમાં પ્રવેશે છે, જે શરદી ,ખાંસીમાં રહાત આપે છે.
આ સાથે જ અજમાના પાનથી પેટને લગતી અનેક સમસ્યાઓમાં પણ રાહત થાય , ગેસ ,અપચો જેવી બિમારીઓમાંથી અજમાના પાનનું સેવન છૂટકારો આપે છે,અજમાના પાનના સેવનથી વોમ્ચટ જેવી સમસ્યાઓમાંથી પણ છૂટકારો આપે છે,આમ અજમાના રહેલા તમામ ગુણો અજમાના પાનમાં પણ સમાયેલા હોય છે–