1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદની ખારીકટ કેનાલમાં કેમિકલયુક્ત દૂષિત પાણી છોડાતા નરોડા GIDCને નોટિસ,
અમદાવાદની ખારીકટ કેનાલમાં કેમિકલયુક્ત દૂષિત પાણી છોડાતા નરોડા GIDCને નોટિસ,

અમદાવાદની ખારીકટ કેનાલમાં કેમિકલયુક્ત દૂષિત પાણી છોડાતા નરોડા GIDCને નોટિસ,

0

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી ખારીકટ કેનાલમાં દૂષિત પાણી અને કચરો ઠાલવવામાં આવતો હોવાની સમયાંતરે ફરિયાદો ઊઠતી હોય છે. શહેરના પૂર્વ વિસ્તારમાં રહેણાંકની અનેક સોસાયટીઓ પાસેથી કેનાલ પસાર થાય છે. દૂર્ગંધ અને કેમિકલયુક્ત પાણીને કારણે કેનાલની આજુબાજુના રહિશોને તો મુશ્કેલી વેઠવી પડતી હોય છે પણ સિચાઈનું પાણી મેળવતા ખેતરોને પણ નુકશાન થાય છે. તાજેતરમાં નરોડા GIDC વિસ્તારમાં આવેલી કેટલીક કેમિકલ ફેક્ટરીઓના માલિકો દ્વારા કેમિકલયુક્ત પાણી ખારીકટ કેનાલમાં છોડવામાં આવતા નરોડા GIDCને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના નરોડા GIDC વિસ્તારમાં આવેલા ઉદ્યોગો દ્વારા ગેરકાયદેસર કનેક્શનો દ્વારા કેમિકલયુક્તયુક્ત પાણી કેનાલમાં છોડવામાં આવે છે. આવા ઉદ્યોગો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે. રવિવારે પડેલા ભારે વરસાદના કારણે કેટલાક ઉદ્યોગો દ્વારા કેમિકલ યુક્ત પાણી ખારી કટ કેનાલમાં છોડવામાં આવ્યું હતું, જેના કારણે આખી કેનાલના પાણીનો રંગ બદલાઈ ગયો હતો અને આસપાસના નાગરિકોને દુર્ગંધનો સામનો કરવો પડ્યો હતો. એએમસીના અધિકારીઓ પણ તપાસ કરી રહ્યા છે. હાલ નરોડા જીઆઈડીસીને નોટિસ આપવામાં આવી છે. જે ઉદ્યાગ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હશે, તેની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે.

એએમસીની વોટર સપ્લાય કમિટીના ડેપ્યુટી ચેરમેન ભરત પટેલે જણાવ્યું હતું કે, સોમવારે મળેલી કમિટીમાં શહેરના નારણપુરા વિસ્તારમાં પાણીની ટાંકી બનાવવા માટે જે પ્લોટ ફાળવવામાં આવ્યો છે તે પ્લોટની ઉપરથી હાઈટેન્શન વાયર પસાર થાય છે, જેના કારણે ત્યાં પાણીની ટાંકી બની શકે તેમ નથી, જેથી અન્યત્ર પ્લોટ શોધી ત્યાં ટાંકી બનાવાશે.. તેમજ વેજલપુર વિસ્તારમાં પણ આ જ રીતે પ્લોટમાં સમસ્યા ઊભી થઈ છે. પાણીની ટાંકી બનાવવા માટે જે પ્લોટ ફાળવવામાં આવે છે તેમાં કોઈ સમસ્યાઓ હોય તો વોર્ડ અને ઝોનની સંકલન મીટીંગમાં આ બાબતોને રજૂ કરી ઝડપથી અન્યત્ર જગ્યાએ પ્લોટ મેળવવા અથવા કલેક્ટરના પ્લોટ પણ મેળવવા માટેની સૂચના અધિકારીઓને આપવામાં આવી છે. (File photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.