1. Home
  2. ગુજરાતી
  3. રાજ્યસભા સચિવાલયનું જાહેરનામું,સંસદ ભવનમાં ધરણાં પ્રદર્શન નહીં કરી શકાય
રાજ્યસભા સચિવાલયનું જાહેરનામું,સંસદ ભવનમાં ધરણાં પ્રદર્શન નહીં કરી શકાય

રાજ્યસભા સચિવાલયનું જાહેરનામું,સંસદ ભવનમાં ધરણાં પ્રદર્શન નહીં કરી શકાય

0
Social Share

દિલ્હી:ચોમાસુ સત્ર પહેલા નોટિફિકેશનનો દોર શરુ છે. બિનસંસદીય શબ્દોની નવી યાદી બહાર પાડવા અંગેનો વિવાદ હજુ શમ્યો ન હતો કે વધુ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. આ નોટિફિકેશન બહાર પડતાની સાથે જ વિવાદ પણ ચરમસીમાએ પહોંચ્યો હતો. સંસદની કાર્યવાહી દરમિયાન, તમે ઘણીવાર જોશો કે કેટલાક સાંસદો અથવા પક્ષો કોઈને કોઈ વિષય પર સંસદ પરિસરમાં ધરણા કરતા હતા.આમાંના મોટાભાગના ધરણા પરિસરમાં સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે થતા હતા. પરંતુ હવે આવું થઈ શકે તેમ નથી. વાસ્તવમાં, રાજ્યસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે,સંસદ ભવન સંકુલનો ઉપયોગ ધરણા, પ્રદર્શન, હડતાળ, ઉપવાસ અથવા ધાર્મિક કાર્યક્રમો માટે કરી શકાશે નહીં.

ધરણા પ્રદર્શનને લઈને આ સૂચના એવા સમયે આવી છે જ્યારે એક દિવસ પહેલા લોકસભા સચિવાલય દ્વારા જારી કરાયેલા અસંસદીય શબ્દોના સંકલનને લઈને કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ સરકાર પર નિશાન સાધ્યું હતું.ચોમાસુ સત્ર પહેલા રાજ્યસભાના મહાસચિવ પીસી મોદી દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં આ વિષય પર સભ્યોનો સહકાર માંગવામાં આવ્યો છે.”સભ્યો ધરણાં, પ્રદર્શન, હડતાળ, ઉપવાસ અથવા ધાર્મિક કાર્યો માટે સંસદ ભવન સંકુલનો ઉપયોગ કરી શકતા નથી.”

આ નિર્ણયનો વિરોધ કરતા કોંગ્રેસ મહાસચિવ અને રાજ્યસભામાં પાર્ટીના ચીફ વ્હીપ જયરામ રમેશે સરકાર પર નિશાન સાધતા ટ્વિટ કર્યું કે, ‘વિષગુરુનો લેટેસ્ટ હુમલો, ધરણા વર્જિત છે. તેણે આ સાથે 14 જુલાઈનું નોટિફિકેશન પણ શેર કર્યું છે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code