Site icon Revoi.in

કુખ્યાત નક્સલી સ્નાઈપરને સુરક્ષાદળોએ ઠાર માર્યો

Social Share

નવી દિલ્હીઃ છત્તીસગઢના વીજાપુર જિલ્લાના નેશનલ પાર્ક વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં કુખ્યાત નક્સલવાદી ઠાર મરાયો હોવાનું જાણવા મળે છે. અથડામણમાં મૃત્યુ પામેલો નક્સલવાદી નક્સલીઓની મિલિટ્રી કંપીનો સ્નાઈપર હોવાનું જાણવા મળે છે.

સુરક્ષાદળો સાથેની અથડામણમાં સોઢી કન્ના નામનો નક્સલવાદી ઠાર મરાયો હતો. જે જગરગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારના કિસ્ટારમનો રહેવાસી હોવાનું જાણવા મળે છે. તેની ઉપર રૂ. 10 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ અથડામણને સુરક્ષાદળોની સૌથી મોટી સફળતા માનવામાં આવે છે કેમ કે, સોઢી લાંબા સમયથી કેટલીક નક્સલી ઘટનામાં સક્રિય હતો, તેમજ સુરક્ષાદળોની હિટ લીસ્ટમાં પણ તેનું નામ સામેલ હતું.