1. Home
  2. ગુજરાતી
  3. હવે તમારે ચૂકવવો પડશે રેલ્વે સ્ટેશન વપરાશનો ચાર્જ – દેશના 120 મોટા રેલ્વે સ્ટેશનો માટે આ ચાર્જ લાગુ કરાશે
હવે તમારે ચૂકવવો પડશે રેલ્વે સ્ટેશન વપરાશનો ચાર્જ – દેશના 120 મોટા રેલ્વે સ્ટેશનો માટે આ ચાર્જ લાગુ કરાશે

હવે તમારે ચૂકવવો પડશે રેલ્વે સ્ટેશન વપરાશનો ચાર્જ – દેશના 120 મોટા રેલ્વે સ્ટેશનો માટે આ ચાર્જ લાગુ કરાશે

0
  • 120 રેલ્વે સ્ટેશનો પર યૂઝર્સ ચાર્જ વસુલવામાં આવશે
  • રેલ્વેએ રિડેવલપમેન્ટની કામગીરી હાથ ધરી
  • આ યોજના હેઠળ રેલ્વે સ્ટેનના વપરાશનો ચાર્જ લેવામાં આવશે

દિલ્હીઃ-રેલ્વે વિભાગ દ્વારા અનેક પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, લોકડાઉન દરમિયાન એનેક ખાસ ટ્રેન ચલાવવાની બાબતે પણ રેલ્વે વિભાગ આગળ રહ્યું છે, આ સાથે જ ટ્રેનના ભાડા પણ વધારવામાં આવ્યા હતા ત્યારે હવે રેલ્વે સ્ટેશનનો વપરાશ ચાર્જને લઈને એક માહિતી મળી આવી છે.

આવનારા સમયમાં રેલવે સ્ટેશનના વપરાશ માટે યુઝર્સ ચાર્જ વસુલવાનું ચાલુ કરવામાં આવશે, આ ચાર્જ તમામા રેલ્વે સ્ટેશનો માટે નહી હોય ,પરંતુ દેશના મોટા  120  જેટલા રેલ્વે સ્ટેશનોના રિડેવલપમેન્ટ ભાગ રૂપેનું આયોજન કરવામાં આવ્યું છે જે હેઠળ આ તમામ 120 રેલ્વે સ્ટેશનો પર આ યુઝર્સ ચાર્જ આવનારા સમયમાં લાગુ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે,દેશના મોટા રેલ્વે સ્ટેશનોમાં દિલ્હી, મુંબઇ સેન્ટ્રલ, છત્રપતિ શિવાજી ટર્મિનસ નાગપુર, તિરુપતિ, ચંડીગઢ અને ગ્વાલિયર જેવાં સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ રેલ્વે સ્ટેશનોનું  આ રિડેવલપમેન્ટ પ્રાઇવેટ કંપનીઓદ્વારા હાથ ધરવામાં આવનાર છે, મળતી માહિતી પ્માણે આવનારા બે અઠવાડિયામાં આ અંગે કેન્દ્રીય કેબિનેટ  દ્વારા નિર્ણય લેવામાં આવશે

રેલ્વે મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવામાં આનરા છે આ ચાર્જ અંદાજે 10 થી 15 રુપિયા રાખવામાં આવશે, આ સાથે જ અલગ અલગ ક્લાસના લોકો માટે ચાર્જની કિમંત પણ અલગ અલગ રાખવામાં આવશે.પહેલા આ ચાર્જ 125 જેટલા જ રેલ્વે સ્ટશનનું રિડેવલપમેન્ટ હાથ ધરાશે,  યુઝર્સ ચાર્જીસ પ્રાઇવેટ કંપનીને મળવા પાત્ર રહેશે, જે તેમની આવકનો એક ભાગ હશે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.