
- નકલી દવાઓ હવે સરળતાથી ઓળખી શકાશે
- ક્યૂ કોડના માધ્યમથી દવા અસલી છે કે નકલી તે જાણી શકાશે
દિલ્હીઃ- આજકાલ માર્કેટમાં દરેક વસ્તુઓમાં ભએળસેળ જોવા મળી રહી છે ત્યારે હવે મેડિકલ સેક્ટર પણ બાકાત રહ્યું નથી,ઘણી જગ્યાઓએ નકલી દવાઓ મળતી થઈ છે ,જો કે હવે આરોગ્ય વિભાગ દ્રારા દવાઓને ઓળખવી સરળ બનાવાનું કામ થઈ ચૂક્યું છે પ્રાપ્ત વિગત પ્રમાણે હવે દવાઓ અસલી છે કે નકલી તે તેના ક્યૂ આર કોડ થકી જાણી શકાશે.
નકલી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક એવી દવાઓના ઉપયોગને રોકવા અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે સરકાર સૌથી વધુ વેચાતી દવાઓ માટે ‘ટ્રેક એન્ડ ટ્રેસ’ સિસ્ટમ દાખલ કરવાની યોજના બનાવી છે.જેમાં પ્રથમ તબક્કામાં, ફાર્માસ્યુટિકલ કંપનીઓ 300 સૌથી વધુ વેચાતી દવાઓના પ્રાથમિક ઉત્પાદન પેકેજિંગ લેબલ પર બારકોડ અથવા QR કોડ પ્રિન્ટ અથવા પેસ્ટ કરશે. પ્રાથમિક ઉત્પાદન પેકેજીંગમાં બોટલ, કેન, જાર અથવા ટ્યુબનો સમાવેશ થાય છે જેમાં વેચાણ માટે દવાઓ હોય છે.
મીડિયા એહવાલ મુજબ આમાં મોટી સંખ્યામાં એન્ટિબાયોટિક્સ, કાર્ડિયાક, પેઈન-રિલીવિંગ પિલ્સ અને એન્ટિ-એલર્જિક દવાઓનો સમાવેશ થાય છે જેની એમઆરપી પ્રતિ સ્ટ્રીપ 100 રૂપિયાથી વધુ છે. જો કે, આ પગલા માટેનો ઠરાવ એક દાયકા પહેલા લેવામાં આવ્યો હતો. પરંતુ સ્થાનિક ફાર્મા ઉદ્યોગમાં જરૂરી તૈયારીઓના અભાવે તેને અટકાવી દેવામાં આવ્યું હતું.
આ સાથે જ દવાઓની નિકાસ માટેની ટ્રેક એન્ડ ટ્રેસ મિકેનિઝમ પણ આવતા વર્ષના એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે. જ્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં બજારમાં નકલી અને સબસ્ટાન્ડર્ડ દવાઓના ઘણા કિસ્સા સામે આવ્યા છે.ત્યારે આ સરકારની યોજના ખૂબ અસરકારક સાબિત થશે