1. Home
  2. ગુજરાતી
  3. હવે પીએમ મોદી કરશે આ ખાસ મર્સિડીઝની સવારી- સુરક્ષા ટેકનોલોજીથી હશે સજ્જ – જાણો તેની ખાસિયતો
હવે પીએમ મોદી કરશે આ ખાસ મર્સિડીઝની સવારી- સુરક્ષા ટેકનોલોજીથી હશે સજ્જ – જાણો તેની ખાસિયતો

હવે પીએમ મોદી કરશે આ ખાસ મર્સિડીઝની સવારી- સુરક્ષા ટેકનોલોજીથી હશે સજ્જ – જાણો તેની ખાસિયતો

0
Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મર્સિડીઝ-મેબેક એસ 650 હવે બખ્તરબંધ વાહનોથી સજ્જ કાફલામાં ફરતી જોવા મળશે. પીએમ મોદી તાજેતરમાં નવી મેબેક 650માં પહેલીવાર હૈદરાબાદ હાઉસમાં જોવા મળ્યા હતા, જ્યારે તેઓ તેમની ભારતની નાની યાત્રા પર રશિયા રાષ્ટ્રપતિ  વ્લાદિમીર પુતિનને મળ્યા હતા. આ વાહન તાજેતરમાં ફરી વડાપ્રધાનના કાફલામાં જોવા મળ્યું હતું.

મર્સિડીઝ મેબેક S650 ગાર્ડ એ VR10 લેવલ પ્રોટેક્શન સાથેનું લેટેસ્ટ ફેસલિફ્ટેડ મોડલ છે – જે પ્રોડક્શન કારમાં ઓફર કરવામાં આવતી અત્યાર સુધીની સૌથી વધુ સુરક્ષા ધરાવે છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મર્સિડીઝ-મેબેકે ગયા વર્ષે ભારતમાં S600 ગાર્ડને ₹10.5 કરોડમાં લોન્ચ કરી હતી અને S650ની કિંમત ₹12 કરોડથી વધુ હોઈ શકે છે.

ભારતના વડાપ્રધાનની સુરક્ષા માટે જવાબદાર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ સુરક્ષા જરૂરિયાતો ઓળખે છે અને નક્કી કરે છે કે તેઓ જે વ્યક્તિનું રક્ષણ કરી રહ્યાં છે તેને નવા વાહનની જરૂર છે કે નહીંમર્સિડીઝ મેબેક S650 Guard 6.0-લિટર ટ્વિન-ટર્બો V12 એન્જિન દ્વારા સંચાલિત છે જે 516bhp અને લગભગ 900Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. તેની મહત્તમ સ્પિડ 160 kmph સુધી મર્યાદિત છે.

S650 ગાર્ડ બોડી અને વિન્ડો સખત સ્ટીલ કોર બુલેટનો સામનો કરી શકવામાં સક્ષમ છે. તેને એક્સપ્લોઝન પ્રૂફ વ્હીકલરેટિંગ મળ્યું છે. ઈ-કારના પ્રવાસીઓ 2 મીટરના અંતરે થતા 15 કિલો TNT વિસ્ફોટથી પણ સુરક્ષિત છે.

આ સાથે જ આ કારની વિન્ડોની આંતરિક પોલીકાર્બોનેટ સાથે કોટેડ છે. કારના નીચેના ભાગને કોઈપણ પ્રકારના વિસ્ફોટોથી બચાવવા માટે ભારે બખ્તરોથી સજ્જ કરવામાં આવી છે.

આ સાથે જ આ કારમાં ગેસ હુમલાની ઘટનામાં કેબિનમાં એક અલગ હવા પુરવઠો પણ છે.જેથી આ કાર પ્રધાનમંત્રી માટે સુરક્ષાથી સજ્જ સાબિત થશે,

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code