1. Home
  2. ગુજરાતી
  3. હવે ઘર્માંતરણ મામલે ઉત્તરાખંડ રાજ્ય પણ સખ્ત – ધર્માંતરણ વિરોધી બિલ રજૂ કર્યું, 10 વર્ષની સજાની જોગવાઈ
હવે ઘર્માંતરણ મામલે ઉત્તરાખંડ રાજ્ય પણ સખ્ત – ધર્માંતરણ વિરોધી બિલ રજૂ કર્યું, 10 વર્ષની સજાની જોગવાઈ

હવે ઘર્માંતરણ મામલે ઉત્તરાખંડ રાજ્ય પણ સખ્ત – ધર્માંતરણ વિરોધી બિલ રજૂ કર્યું, 10 વર્ષની સજાની જોગવાઈ

0
Social Share
  • હવે ઘર્માંતરણ મામલે ઉત્તરાખંડ રાજ્ય પણ સખ્ત
  • ધર્માંતરણ વિરોધી બિલ રજૂ કર્યું
  • આ બિલમાં 10 વર્ષની સજાની જોગવાઈ

દહેરાદૂનઃ- દેશભરમાં ઘણા એવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે કે જેમાં ઘર્માંતરણ કરાવીને લગ્ન કરવાયા છે, આ પ્રકારની ઘટનાઓ વધવાની સાથે જ અનેક રાજ્યોએ ઘઙર્નમાંતરણને લઈને સખ્ત વલણ અપનાવ્યું અને આ બબાતે કાયદો પણ બનાવ્યો ,ત્યારે હવે ઉત્તરાખંડ રાજ્યે પણ આ મામલે બિલ રજૂ કર્યું છે.

રાજ્યની વિધાનસભામાં વધુ કડક જોગવાઈઓ સાથે ધર્માંતરણ વિરોધી બિલ રજૂ કર્યું હતું, જેમાં બળજબરીથી ધર્માંતરણ માટે દોષિત ઠરનારાઓને ત્રણ વર્ષથી લઈને 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.  ત્રણ દિવસીય શિયાળુ સત્રના પહેલા દિવસે રાજ્યના ધર્મ અને સંસ્કૃતિ મંત્રી સતપાલ મહારાજે ઉત્તરાખંડ ધર્મ સ્વતંત્રતા બિલ-2022 ગૃહમાં રજૂ કર્યું છે.

આ બિલ અનુસાર, ‘કોઈપણ વ્યક્તિ બળ, પ્રલોભન અથવા કપટના માધ્યમથી પ્રત્યક્ષ કે આડકતરી રીતે કોઈ પણ વ્યક્તિને એક ધર્મમાંથી બીજા ધર્મમાં ફેરવવાનો પ્રયાસ કરી શકશે નહીં. કોઈપણ વ્યક્તિ આવા ધર્માંતરણ માટે ઉશ્કેરણી કે કાવતરું કરશે નહીં.

પ્રાપ્ત વિગત પ્રમાણે રાજ્યના ધર્મ અને સંસ્કૃતિ મંત્રી સતપાલ મહારાજે જણાવ્યું કે ભારતના બંધારણના અનુચ્છેદ 25, 26, 27 અને 28 મુજબ દરેક ધર્મને સમાન રીતે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યમાં આવતી સમસ્યાઓ દૂર કરવા માટે આ સંશોધન બિલ લાવવામાં આવ્યું છે.જેમાં કાયદાની વિરુદ્ધ રૂપાંતરણને કોગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર ગુનો ગણાવતા તેના ગુનેગારોને ઓછામાં ઓછા ત્રણ વર્ષથી મહત્તમ 10 વર્ષની જેલની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત તેના ગુનેગાર માટે ઓછામાં ઓછા પચાસ હજાર રૂપિયાના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code