1. Home
  2. ગુજરાતી
  3. આ સિઝનની કેરી નેચરલ રીતે પાકેલી ખાવા મળશે, FSSAIએ કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ ન કરવાની આપી સૂચના
આ સિઝનની કેરી નેચરલ રીતે પાકેલી ખાવા મળશે, FSSAIએ કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ ન કરવાની આપી સૂચના

આ સિઝનની કેરી નેચરલ રીતે પાકેલી ખાવા મળશે, FSSAIએ કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ ન કરવાની આપી સૂચના

0
Social Share
  • આ વખતે નેચરલ કેરી પાકેલી ખાવા મળી શકે છે
  • FSSAIએ કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ ન કરવાની આપી સૂચના

દિલ્હીઃ હવે ઉનાળાની સિઝન શરુ થઈ ચૂકી છે કેરીના રસીયાઓ આતુરતાથી પાકી કેરી માર્કેટમાં આવે તેની રાહ જોઈ રહ્યા છે જો કે વેચાણકર્તાઓ કેરીને પકાવવા માટે કેમિકલનો ઉપયોગ કરતા હોવાથી આ કેરી ખાવી આરોગ્ય માટે હાનિકારક સાબિત થાય છે ગળાની સમસ્યા સહીત અને પ્રોબલેમ્સ થતો હોય છે જો કે આ વખતે કેરીમાં આ કેમિકલનો ઉપયોગ કરવો વેચાણકર્તાઓ માટે ચેલેન્જ સાબિત થી શકે છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ફળોના વિક્રેતા , ફ્રૂટ હેન્ડલર્સ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સને ફળોને કૃત્રિમ રીતે પકવવા માટે પ્રતિબંધિત કેમિકલ કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપી છે.આ સાથે FSSAIએ કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ કરવાની જાણ થાય અથવા ફળો પકવવા માટે વિવિધ મટેરિયલના ઉપયોગ ધ્યાનમાં આવે તો રાજ્યના ખાદ્ય સુરક્ષા કમિશનરને જાણ કરવા ગ્રાહકોને પણ અપીલ કરી છે.

આ સહીત FSSAIના નિયમો પ્રમાણે કેલ્શિયમ કાર્બાઈડને મસાલા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે માનવજાત માટે ખૂબ જ હાનિકારક છે અને તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.જેથી કરીને કેરીના સાથે જોડાયાલે આપલે કરતા કોી પણ લોકો તેનો ઉપયોગ કરી શકશે નહી.

આ સાથે જ જણાવવામાં આવ્યું છે કે ફૂડ સુરક્ષા અને પ્રમાણિતતા વેચાણ પર પ્રતિબંધ અને નિયંત્રણ ધારો, 2011ની જોગવાઈ પ્રમાણે ફળોને કૃત્રિમ રીતે પકવવા માટે મસાલા તરીકે ઓળખવામાં આવતા કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ કરવા પર ભારતમાં પહેલાથી જ પ્રતિબંધ છે. જેથી કરીને જો આ પ્રકારની કોઈ ઘટના  નજરે ચઢે છે તો  તેવી વ્યક્તિઓ સામે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવણીને લગતો ગુનો દાખલ થશે અને FSS ધારા, 2006 તથા અન્ય જોગવાઈ હેઠળ કડક પગલાં ભરવામાં આવશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code