1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ સેટેલાઇટમાં NRI દંપતી ડિજિટલ અરેસ્ટના શિકાર બનતા બચ્યા
અમદાવાદ સેટેલાઇટમાં NRI દંપતી ડિજિટલ અરેસ્ટના શિકાર બનતા બચ્યા

અમદાવાદ સેટેલાઇટમાં NRI દંપતી ડિજિટલ અરેસ્ટના શિકાર બનતા બચ્યા

0
Social Share

અમદાવાદ, 28 ફેબ્રુઆરી 2026: શહેરના પોશ ગણાતા સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક વયોવૃદ્ધ NRI દંપતીને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 60 લાખ રૂપિયા પડાવવાનું સાયબર માફિયાઓનું કાવતરું સેટેલાઇટ પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. પોલીસની સમયસરની દખલગીરીને કારણે દંપતીના 15 લાખ રૂપિયા સાયબર ગઠિયાઓના હાથમાં જતા બચી ગયા છે.

મૂળ અમેરિકા સ્થિત અને છેલ્લા 4 વર્ષથી અમદાવાદમાં સારવાર અર્થે રહેતા રાજેન્દ્રભાઈ શેઠને ગત 25 ફેબ્રુઆરીના રોજ એક અજાણ્યો કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી હતી. ઠગોએ વૃદ્ધને ધમકાવતા કહ્યું હતું કે, “નરેશ ગોયલના મની લોન્ડ્રિંગ કેસમાં તમારા આધાર કાર્ડ અને બેંક ખાતાનો ઉપયોગ થયો છે, માટે તમારી ધરપકડ કરવામાં આવશે.” ડર ફેલાવવા માટે આરોપીઓએ નકલી કોર્ટ અને અધિકારીઓના વીડિયો પણ બતાવ્યા હતા. સતત બે દિવસ સુધી દંપતીને ફોન પર ‘ડિજિટલ અરેસ્ટ’ રાખી કોઈની સાથે વાત કરવા દીધી નહોતી, એટલું જ નહીં રાત્રે સૂતી વખતે પણ ફોન ચાલુ રખાવ્યો હતો.

સાયબર ગઠિયાઓએ રાજેન્દ્રભાઈની તમામ મિલકતની વિગતો મેળવી લીધી હતી અને તેમને 60 લાખ રૂપિયાની એફડી (FD) તોડવા દબાણ કર્યું હતું. ડરના માર્યા વૃદ્ધે 15 લાખની એફડી તોડાવી તે રકમ સેવિંગ ખાતામાં ટ્રાન્સફર કરાવી દીધી હતી. જ્યારે તેઓ બેંકમાં ગયા ત્યારે પણ આરોપીઓએ તેમનો ફોન ચાલુ રખાવી સતત દેખરેખ રાખી હતી.

આ સમગ્ર મામલે શંકા જતાં રાજેન્દ્રભાઈએ હિંમત કરી પોતાના એક મિત્રને જાણ કરી હતી, જેમણે તાત્કાલિક સેટેલાઇટ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ જ્યારે વૃદ્ધના ઘરે પહોંચી ત્યારે પણ આરોપીઓ ફોન પર વાત કરી રહ્યા હતા. પોલીસે તાત્કાલિક ફરિયાદીનો ફોન ડિસ્કનેક્ટ કરાવી ઠગોનો સંપર્ક તોડી નાખ્યો હતો અને તેમના નાણાં બચાવી લીધા હતા.

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળમાં નવી મતદાર યાદી જાહેર, 58 લાખથી વધુ બોગસ નામો હટાવાયા

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code