1. Home
  2. ગુજરાતી
  3. ઓમિક્રોનનો સબ-વેરિયન્ટ BA.2 ખૂબ જ ઝડપથી ફેલાય રહ્યો છે- WHO  

ઓમિક્રોનનો સબ-વેરિયન્ટ BA.2 ખૂબ જ ઝડપથી ફેલાય રહ્યો છે- WHO  

0
Social Share
  • ડબ્લ્યુએચઓએ આપી ચેતવણી
  • સબ-વેરિયન્ટ BA.2 નો ઝડપથી ફેલાવો
  • અત્યાર સુધીમાં 57 દેશો તેની ચપેટમાં  

દિલ્હી:દેશમાં કોરોનાનો પ્રકોપ યથાવત જ છે.કોરોનાનું નવું સ્વરૂપ એવા ઓમિક્રોન વેરિયન્ટના પણ કેસ જોવા મળી રહ્યા છે,ત્યાં હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ ચેતવણી આપી છે કે,ઓમિક્રોન વેરિયન્ટનું સબ-વેરિઅન્ટ BA.2 આખી દુનિયામાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં 57 દેશો તેનાથી પ્રભાવિત થયા છે.

WHOએ કહ્યું છે કે,જે ઝડપે તે વધી રહ્યો છે, તે આવનારા દિવસોમાં તેનાથી પણ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. સંસ્થાએ કહ્યું કે હાલમાં, ઓમિક્રોનને નોંધાયેલા લગભગ 96 ટકા કેસ આ સ્ટ્રેઈન સાથે સંબંધિત છે.ઉપરાંત, 10 અઠવાડિયા પહેલા કોરોનાનું ઓમિક્રોન વેરિયન્ટ સામે આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં સંક્રમણના નવ કરોડથી વધુ કેસ નોંધાયા છે.આ આંકડો વર્ષ 2020માં નોંધાયેલા કુલ કેસ કરતાં વધુ છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે,છેલ્લા એક મહિનામાં વિશ્વભરમાંથી લેવામાં આવેલા 93 ટકા સેમ્પલ ઓમિક્રોન વેરિયન્ટના છે.એમાં  ઓમિક્રોનના અલગ-અલગ સ્ટ્રેઈન BA.1, BA.1.1 અને BA.3 આવી ચુક્યા છે.આમાંથી BA.1 અને BA.1.1 એ પ્રથમ ઓમિક્રોન છે જેને ઓળખવામાં આવે છે.એવું કહેવાય છે કે BA.2 વેરિયન્ટ ઘણી વખત RT-PCR ટેસ્ટમાં પણ દેખાતું નથી,તેથી વૈજ્ઞાનિકોએ BA.2 ને ઓમિક્રોનનો છુપાયેલ સ્ટ્રેઈન ગણાવ્યો છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code