
- આજે દરિયાઈ દિવસ
- પીએમ મોદીએ દરિયાઈ ઈતિહાસને કર્યો યાદ
- સરકારે પોર્ટ આધારિત વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કર્યું
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ પર ભારતના ગૌરવશાળી દરિયાઈ ઈતિહાસને યાદ કર્યો છે.ભારતના આર્થિક વિકાસ માટે મેરીટાઇમ સેક્ટરનું મહત્વ જણાવતા તેમણે કહ્યું હતું કે,છેલ્લાં 8 વર્ષમાં ભારત સરકારે પોર્ટ આધારિત વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે જે આર્થિક વિકાસ અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે જરૂરી છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે ભારત સરકાર દરિયાઈ ઈકો-સિસ્ટમ અને વિવિધતાને સુનિશ્ચિત કરવા માટે પૂરતી કાળજી લઈ રહી છે.
વડાપ્રધાને કહ્યું;”આજે, નેશનલ મેરીટાઇમ ડે પર આપણે આપણા ગૌરવશાળી મેરીટાઇમ ઈતિહાસને યાદ કરીએ છીએ અને ભારતના આર્થિક વિકાસ માટે દરિયાઈ ક્ષેત્રના મહત્વને ઉજાગર કરીએ છીએ. છેલ્લાં 8 વર્ષમાં આપણે દરિયાઈ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી છે અને વેપાર અને વ્યાપારી પ્રવૃત્તિઓને વેગ આપવા માટે યોગદાન આપ્યું છે.”
“છેલ્લાં 8 વર્ષોમાં ભારત સરકારે પોર્ટ-નેતૃત્વના વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે જેમાં પોર્ટની ક્ષમતાઓનું વિસ્તરણ અને હાલની સિસ્ટમોને વધુ કાર્યક્ષમ બનાવવાનો સમાવેશ થાય છે. ભારતીય ઉત્પાદનોને નવા બજારોમાં પ્રવેશ મળે તેની ખાતરી કરવા માટે જળમાર્ગોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.”
“જ્યારે અમે આર્થિક પ્રગતિ માટે દરિયાઈ ક્ષેત્રનો લાભ લઈ રહ્યા છીએ અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી રહ્યા છીએ, ત્યારે આપણે દરિયાઈ ઇકો-સિસ્ટમ અને વિવિધતાને સુનિશ્ચિત કરવા માટે પણ પૂરતી કાળજી લઈ રહ્યા છીએ જેના પર ભારતને ગર્વ છે.”
Today, on National Maritime Day we recall our glorious maritime history and highlight the importance of the maritime sector towards India’s economic growth. In the last 8 years our maritime sector has scaled new heights and contributed to boosting trade and commercial activities. pic.twitter.com/y4DUPhefYD
— Narendra Modi (@narendramodi) April 5, 2022