1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વાયબ્રન્ટ સમિટની પૂર્વ સંધ્યાએ ગાંધીનગરના આકાશમાં થશે ડ્રોન લેસર શોનો અદભૂત નઝારો
વાયબ્રન્ટ સમિટની પૂર્વ સંધ્યાએ ગાંધીનગરના આકાશમાં થશે ડ્રોન લેસર શોનો અદભૂત નઝારો

વાયબ્રન્ટ સમિટની પૂર્વ સંધ્યાએ ગાંધીનગરના આકાશમાં થશે ડ્રોન લેસર શોનો અદભૂત નઝારો

0
Social Share

અમદાવાદઃ પાટનગર ગાંધીનગર ખાતે આગામી તા. 10મી જાન્યઆરીથી યોજાનારી વાઈબ્રન્ટ સમિટની આખરી તૈયારીઓ ચાલી રહી છે. વાઈબ્રન્ટ સમિટને ભપકાદાર બનાવવા સમિટની પૂર્વ સંધ્યાએ આકાશી નઝારાને ભવ્યાતિભવ્ય બનાવવા ડ્રોન લેસર શોનું આયોજન થશે અને ગાંધીનગરમાં આસપાસ ત્રણથી પાંચ કિલોમીટર સુધીમાં લાઇટ શો લોકો જોઈ શકે તેવો નઝારો હશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ડ્રોન માધ્યમથી લેસર શો પહેલી વખત યોજવામાં આવશે અને ટોક્યો ઓલિમ્પિકમાં પણ યોજવામાં આવ્યો હતો. ડ્રોન લાઇટ શોની ખાસિયત એ છે કે તેમાં વાયુ પ્રદૂષણ નથી થતું પરંતુ એલઇડી માધ્યમથી લેઝર શો યોજવામાં આવે છે, અને ડ્રોનની સાથે એલઈડી ફિટિંગ કરી આકાશમાં નિશ્ચિત ઉંચાઇ પર ઉડી તેને જમીન ઉપર કોમ્પ્યુટરના માધ્યમથી કંટ્રોલ કરી વિવિધ આકાશી નઝારો સર્જવામાં આવે છે જે હવે વૈશ્વિક સ્તરે ધીમે ધીમે આ ડ્રોન લેસર શોનો ક્રેઝ વધતો જાય છે.
અંદાજે 2000 જેટલા ડ્રોન વાયબ્રન્ટ સમિટની પૂર્વસંધ્યાએ આકાશમાં ઉડાડવામાં આવશે અને સમિટને આનુષંગિક ડ્રોન લેઝર શો હશે. મહાત્મા મંદિર ખાતે આનો કંટ્રોલરૂમ બનાવવામાં આવશે અને આસપાસના 3થી 5 પોઇન્ટ ઉપરથી વિવિધ જથ્થામાં ડ્રોન આકાશમાં ઉડાડવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આગામી તા. 10મી જાન્યુઆરીએ 6.45 કલાકથી સાડા સાત દરમિયાન ડ્રોન લાઇટ શો યોજાશે. અંદાજે 40,000 લોકો આ ડ્રોન લાઇટ શો જોઈ શકશે હાઇરાઇઝ બિલ્ડિંગો પર લગાવેલા એલઇડી સાઇન બોર્ડ બંધ રાખવાનો આ દરમિયાન આદેશ પણ આપવામાં આવ્યો છે. જો ભારે વરસાદ અને પવન હોય તો જ ડ્રોન શો અટકશે.ગાંધીનગર ખાતે યોજાનારા ડ્રોન લાઇટ શો ટોક્યો  ઓલિમ્પિક  કરતાં પણ શાનદાર હશે કારણકે ટોક્યોમાં 1825 ડ્રોન ઉડાડવામાં આવ્યા હતા. જ્યારે અહીં ડ્રોનની સંખ્યા બે હજાર જેટલી છે આથી લોકોને જોવામાં ખૂબ જ રસ પડશે. આ ડ્રોન લાઇટ શોને રિયલ ટાઇમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આકાશમાં 180 મીટર ઉપર અદભુત નજારો જોવા મળશે. (file photo)

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code