Site icon Revoi.in

ગંભીરા બ્રિજ પર લિંક સ્પાન લગાવવાની કામગીરી પૂર્ણ થતાં લાઈટ વાહનો માટે શરૂ કરાશે

Social Share

વડોદરા, 19 માર્ચ 2026: Once the work of installing the link span on Gambhira Bridge is completed આણંદ અને વડોદરાને જોડતા હાઈવે પર મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજનો એક ભાગ 7 મહિના પહેલા તૂટયા બાદ વાહન-વ્યવહાર માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજ બંધ થતાં સૌરાષ્ટ્ર તરફથી આવતા અને જતા વાહનોને ભારે મુશ્કેલી પડતી હતી. આથી સરકારે નવો બ્રિજ તૈયાર ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ગંભીરા બ્રિજ પર લોખંડનો નવો સ્પાન લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા સાત મહિનાથી આ બ્રિજ ઉપર વાહનવ્યવહાર બંધ હાલતમાં છે, ત્યારે હવે આ સ્પાન લગાવવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરાતા હવે થોડા જ સમયમાં તેના લાઈટ વાહનો માટે બ્રિજ શરૂ કરવામાં આવશે.

મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાને કારણે આસપાસના અનેક ગામોના લોકો અને ખાસ કરીને નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. વડોદરા નોકરી કરવા જતા તેમજ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓએ પણ ભારે હાલાકી વેઠવી પડી હતી. આ બ્રિજ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ થાય તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા આ જટિલ રિપેરિંગ કામગીરીની જવાબદારી વિશ્વકર્મા મરીન્સ ગ્રુપને સોંપવામાં આવી હતી, જેમણે આ પડકારજનક કાર્યને નિયત સમયમાં અને કુશળતાપૂર્વક પાર પાડ્યું છે.

વિશ્વકર્મા ગ્રુપના મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા આ પ્રોજેક્ટમાં પ્રશંસનીય અને સામાજિક જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ લિંક સ્પાન લગાવવાની સમગ્ર કામગીરી માટે તેમણે રાજ્ય સરકાર પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલ્યા વિના નિઃશુલ્ક સેવા આપી છે. ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચરની મદદથી બ્રિજના તૂટેલા ભાગોને જોડીને તેને ફરીથી ઉપયોગી બનાવવામાં આવ્યો છે. આ ટેક્નોલોજીને કારણે બ્રિજની મજબૂતી જળવાઈ રહેશે. આ બ્રિજ ફરી શરૂ થવાથી સ્થાનિક રહીશો, રોજગાર માટે અવરજવર કરતા અપડાઉન કરતા લોકો અને વેપારીઓને મોટી રાહત થશે. સરકાર દ્વારા આગામી સમયમાં આ બ્રિજને ક્યારે ખુલ્લો મુકવો તે અંગેની તારીખ નક્કી કરવામાં આવશે અને ત્યાર બાદ નાના વાહનોની અવરજવર શરૂ કરવામાં આવશે. આ બ્રિજ પરથી પગપાળા ચાલતા લોકો અને ટુ-વ્હીલર ચાલકો ખૂબ જ સરળતાથી પસાર થઈ શકશે, જેનાથી તેમનો સમય અને ઇંધણ બંનેની બચત થશે. સાત મહિનાના લાંબા સમયગાળા બાદ ગંભીરા બ્રિજ પર વાહનવ્યવહાર આંશિક રીતે શરૂ થશે, ત્યારે પંથકની કનેક્ટિવિટીમાં મોટો સુધારો જોવા મળશે.

સૂત્રોના કહેવા મુજબ  આ જૂના બ્રિજના સમારકામની સાથે સાથે તેની બાજુમાં જ બની રહેલા નવા બ્રિજની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. તંત્ર દ્વારા લાંબાગાળાના આયોજનના ભાગરૂપે નવા બ્રિજનું નિર્માણ કાર્ય પણ ઝડપી બનાવવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે હલ થઈ શકે. હાલ પૂરતું, જૂના બ્રિજ પર લિંક સ્પાન લાગી જવાથી વડોદરા અને પાદરા વચ્ચેનો સંપર્ક માર્ગ ફરી જીવંત થશે.

Exit mobile version