Site icon Revoi.in

વેરાવળના દરિયામાં ફિશિંગ બોટ પલટી જતા એક માછીમારનું મોત, ત્રણનો બચાવ

Social Share

સોમનાથઃ  વેરાવળ બંદર નજીક અરબી સમુદ્રમાં માછીમારી કરીને પરત ફરી રહેલી એક ફિશિંગ ટ્રોલર બોટ ઓવરલોડના કારણે પલટી જતાં બોટમાં સવાર એક માછીમાર અરવિંદ ભારાવાલાનું ડૂબી જવાથી મોત નિપજ્યુ હતું. જ્યારે બોટમાં સવાર ત્રણ ખલાસીને બચાવી લેવાયા હતા.

આ બનાવની વિગતો એવી છે કે, વેરાવળ જાલેશ્વરથી આશરે 2 નોટિકલ માઈલ દૂર સમુદ્રમાં મુકેશ કિશન વણિકની માલિકીની “શ્રી ભવાની કૃપા” (IND–GJ–32–MM–265) નામની બોટ માછીમારી કરવા માટે ગઈ હતી. ગુરુવારે સાંજે માછીમારી પૂર્ણ કરી પરત ફરતી વખતે, વેરાવળ જાલેશ્વર નજીક છેલ્લીવાર જાળ નાખવામાં આવી હતી. આ જાળમાં અતિશય પ્રમાણમાં માછલી ફસાતાં બોટ પર ભારે ઓવરલોડ આવ્યો હતો. જાળ પાછી ખેંચવામાં આવી રહી હતી, ત્યારે માછલીના અસામાન્ય વજનને કારણે બોટ એક તરફ વધુ પડતી ઝૂકી ગઈ હતી. જોતજોતામાં બોટ સંપૂર્ણપણે પલટી મારી ગઈ, જેના કારણે બોટમાં સવાર ચાર માછીમાર દરિયામાં પટકાયા હતા.

આ દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં માછીમારી કરી રહેલી અન્ય બોટોના માછીમારોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઝડપી કાર્યવાહીમાં ત્રણ ખલાસીને સુરક્ષિત રીતે બચાવી લેવામાં સફળતા મળી હતી. જ્યારે એક માછીમારનું ડૂબી જવાની મોત નિપજ્યુ હતું. માછીમાર પોતાની જ ઝાળમાં ફસાતા મોતને ભેટ્યો હતો.

વેરાવળ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ તુલસી ગોહેલે જણાવ્યુ હતું કે, “શ્રી ભવાની કૃપા નામની બોટ બુધવારે (3 ડિસેમ્બર) માછીમારી માટે રવાના થઈ હતી. ગુરુવારે સાંજે માછીમારી પૂર્ણ કરી પરત ફરતી વખતે, વેરાવળ જાલેશ્વર નજીક છેલ્લીવાર જાળ નાખવામાં આવી હતી. આ જાળમાં અતિશય પ્રમાણમાં માછલી ફસાતાં બોટ પર ભારે ઓવરલોડ આવ્યો હતો. જાળ પાછી ખેંચવામાં આવી રહી હતી, ત્યારે માછલીના અસામાન્ય વજનને કારણે બોટ એક તરફ વધુ પડતી ઝૂકી ગઈ હતી. જોતજોતામાં બોટ સંપૂર્ણપણે પલટી મારી ગઈ, જેના કારણે બોટમાં સવાર ચાર માછીમાર દરિયામાં પટકાયા હતા.

Exit mobile version