Site icon Revoi.in

ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાંથી એક હજાર 117 ભારતીય નાગરિકોને સલામત રીતે સ્વદેશ પરત લવાયા

Social Share

ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાંથી એક હજાર 117 ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે, મશહદથી એક ખાસ ફ્લાઇટ દ્વારા 290 ભારતીય નાગરિકો ઈરાનથી સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા છે. મશહદથી બીજી એક ફ્લાઇટ ગઈકાલે સાંજે ઈરાનથી 310 ભારતીય નાગરિકો સાથે નવી દિલ્હી પહોંચી હતી.દરમિયાન નેપાળ અને શ્રીલંકાએ ઓપરેશન સિંધુ હેઠળ સંઘર્ષગ્રસ્ત ઈરાનમાંથી તેમના નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરવા બદલ ભારતનો આભાર માન્યો છે.

નેપાળના વિદેશ મંત્રી આરઝુ રાણા દેઉબાએ નેપાળી વિદ્યાર્થીઓને બહાર લાવવામાં મદદ કરવા બદલ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરનો આભાર માન્યો છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં, તેમણે ઈરાનમાંથી નેપાળી નાગરિકોને સહીસલામત બહાર કાઢવામાં ભારતની ત્વરિત સહાય બદલ આભાર વ્યક્ત કર્યો છે. દેઉબાએ કહ્યું છે કે નેપાળી નાગરિકોને બહાર કાઢવામાં ભારતનું સમર્થન નેપાળ-ભારતના મજબૂત સંબંધોનું પ્રતિબિંબ છે.