1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં વડાપ્રધાનના કાર્યક્રમ માટે AMTS અને BRTSની એક હજાર બસ જેટલી બસ ફાળવાશે
અમદાવાદમાં વડાપ્રધાનના કાર્યક્રમ માટે AMTS અને BRTSની એક હજાર બસ જેટલી બસ ફાળવાશે

અમદાવાદમાં વડાપ્રધાનના કાર્યક્રમ માટે AMTS અને BRTSની એક હજાર બસ જેટલી બસ ફાળવાશે

0
Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29મી અને 30મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અને અમદાવાદ શહેરમાં પણ 36મી નેશનલ ગેઈમ્સનું ઉદઘાટન, તેમજ  મેટ્રો રેલ લોકાર્પણ અને જીએમડીસી ગ્રાઉન્ડ પરના ગરબાની કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોવાથી વડાપ્રધાનના કાર્યક્રમમાં લોકોને લાવવા લઈ જવા માટે શહેરના એએમટીએસ અને બીઆરટીએસની 1000 જેટલા બસ ફાળવવામાં આવશે. એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આગામી ગુરૂવાર અને શુક્રવાર એમ બન્ને દિવસ અમદાવાદ શહેરમાં AMTS અને BRTSની બસો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં લોકોને લાવવા લઈ જવા માટે ઉપયોગમાં લેવાશે. 29મી સપ્ટેમ્બરના રોજ સાંજે આશરે 400 અને 30મી સપ્ટેમ્બરના રોજ સવારે 800 AMTS અને BRTS બસ વડાપ્રધાનના કાર્યક્રમમાં ફાળવાશે. જેથી શહેરીજનોને પોતાના નોકરીના સ્થળેથી આવવા અને જવા માટે ખાનગી વાહનો અથવા તો રિક્ષામાં મુસાફરી કરવી પડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29 અને 30 સપ્ટેમ્બરના રોજ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.  જેમાં 29મી સપ્ટેમ્બરના રોજ સાંજે મોટેરા ખાતે મોદી સ્ટેડિયમમાં 36માં નેશનલ ગેમ્સ ઉદ્ઘાટન સમારોહમાં તેઓ ભાગ લેશે. જ્યારે 30મી સપ્ટેમ્બરના રોજ સવારે મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાનના આ બંને કાર્યક્રમમાં લોકોને લાવવા લઈ જવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS અને BRTS બસનો ઉપયોગ કરવામાં આવશે.. શહેરના તમામ વિસ્તારમાંથી નાગરિકો ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે જવાના છે જેના કારણે તમામ વિસ્તારમાં બસો ફાળવવામાં આવી છે. વડાપ્રધાનના કાર્યક્રમના સ્થળ સુધી પહોંચે તેના માટે ફાળવાયેલી બસોનું સંચાલન કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇ ગવર્નન્સ વિભાગ અને AMTS વિભાગ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવશે. આ કામગીરી માટે નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે અને આ સમગ્ર બસોનું સંચાલન થાય અને યોગ્ય સમયે લોકો પહોંચી શકે તેના માટેની સમગ્ર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ખાસ કંટ્રોલરૂમ દરેક ઝોનમાં બસ માટે ઊભા કરવામાં આવ્યા છે. જ્યારે પણ બસો ઉપડે તેના રિયલ ટાઈમ નોંધણીથી લઈ અને બસ પરત ફરે ત્યાં સુધીની તમામ માહિતી માટે એક ખાસ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે જેમાં રીયલ ટાઈમ ઝોન મુજબ મોકલવાનો રહેશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code