1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતની 1275 સ્કૂલમાં માત્ર એક-એક જ શિક્ષક, કેવી રીતે ભણશે ગુજરાત ?
ગુજરાતની 1275 સ્કૂલમાં માત્ર એક-એક જ શિક્ષક, કેવી રીતે ભણશે ગુજરાત ?

ગુજરાતની 1275 સ્કૂલમાં માત્ર એક-એક જ શિક્ષક, કેવી રીતે ભણશે ગુજરાત ?

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણનું સ્તર કથળ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. બીજી તરફ વિદ્યાર્થીઓને સારુ સિક્ષણ મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવતા હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ગુજરાતની 54,581 સ્કૂલોમાંથી 1275 સ્કૂલોમાં એક જ શિક્ષક હોવાનો ખુલાસો યુનેસ્કોના રિપોર્ટમાં થયો છે.  ગુજરાતની 1275 સ્કૂલો પૈકી 87 ટકા ગ્રામ્ય વિસ્તારો અને ખરેખર શિક્ષકોની વધુ જરૂર હોય તથા એક શિક્ષણથી ચાલે છે. ગુજરાતના 4.02 લાખ શિક્ષકો છે જેમાંથી 66 ટકા ગ્રામીણ વિસ્તારમાં ફરજ બજાવે છે. નો ટીચર નો ક્લાસ-સ્ટેટ ઓફ ધ એજ્યુકેશન રિપોર્ટ ફોર ઈન્ડિયા-2021માં દેશની 15.51 લાખ સ્કૂલોમાંથી 1.11 લાખ સ્કૂલમાં એક જ શિક્ષક હોવાનો ખુલાસો થયો છે.

સુત્રોના જણાવ્યા જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશમાં સૌથી વધારે 21 હજાર સ્કૂલ એક જ શિક્ષકથી ચાલે છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, આસામ, બિહાર,આંધ્રપ્રદેશ, ઝારખંડ, કર્ણાટક સહિતના રાજ્યોમાં ગુજરાતની સરખામણીએ ખૂબ જ જ મોટી સંખ્યામાં એક જ શિક્ષક ધરાવતી સ્કૂલો છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના અધિકારીનુ કહેવુ છે કે રાજ્યમાં 32 હજારથી વધુ સરકારી પ્રાથમિક સ્કૂલા છે અને જેમાંથી 700 જેટલી સ્કૂલોમાં એક જ શિક્ષક છે. માનવ અધિકાર દ્વારા વિવિધ રાજ્યો કે જ્યાં એક શિક્ષક ધરાવતી સ્કૂલો છે તે રાજ્યોમાં સુઓમોટો કરીને ખુલાસો માંગવામા આવ્યો છે અને આ બાબતે આયોગને જવાબ રજૂ કરી સ્પષ્ટતા પણ કરી દેવાઈ છે. યુનેસ્કોના રિપોર્ટમાં સરકારી,ખાનગી,ગ્રાન્ટેડ પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સહિતની તમામ સ્કૂલોને આવરી લેવાઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code