Site icon Revoi.in

ઓપરેશન સિંધુ : 4415 ભારતીય નાગરિકોને દેશમાં પાછા લાવવામાં આવ્યા

Social Share

નવી દિલ્હીઃ અત્યાર સુધીમાં ઓપરેશન સિંધુ હેઠળ 4 હજાર 415 ભારતીય નાગરિકોને દેશમાં પાછા લાવવામાં આવ્યા છે. ઈરાનથી 3 હજાર 597 અને ઇઝરાયલથી 818 લોકોને ખાસ વિમાનો મારફતે દેશમાં પાછા લાવવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે 14 OCI કાર્ડધારકો, 9 નેપાળી નાગરિકો, 4 શ્રીલંકન નાગરિકો અને એક ભારતીય નાગરિકને પણ ઈરાનથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય નાગરિકોમાં 1 હજાર 500થી વધુ મહિલાઓ અને 500 બાળકોનો સમાવેશ થાય છે.

ઈઝરાયલ અને ઈરાનમાં સીઝફાયરનું એલાન થઈ ચૂક્યું છે. ત્યારબાદ તેહરાનમાં આવેલા ભારતીય દૂતવાસે મંગળવારે કહ્યું હતું કે નિકાસી અભિયાન ધીમે ધીમે બંધ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે દૂતવાસે હેલ્પ ડેસ્ક પણ બંધ કરી દીધુ છે. તેને નિકાસી માટે બીજા લોકોના નામ નોંધવા માટે ખોલવામાં આવ્યું છે. દૂતવાસે કહ્યું કે ભારત સરકાર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. જો ભવિષ્યમાં ભારતીય નાગરિકોની સુરક્ષાનો ભય પેદા થાય છે તો તે ફરીથી પોતાની રણનિતી શરૂ કરશે.

ઈરાન ઈઝરાયલ વચ્ચે સીઝફાયરની ઘોષણા કરવામાં આવી છે. જેથી ઈરાનમાં ભારતીય દૂતવાસોએ સૈન્ય સંઘર્ષ દરમિયાન શરૂ કરવામાં આવેલી નિકાસી પ્રક્રિયાને ધીમે ધીમે બંધ કરી દીધી છે. જેથી દૂતવાસે નિકાસી માટે શરૂ કરવામાં આવેલા હેલ્પ ડેસ્કને બંધ કરી દીધુ છે. દૂતવાસે કહ્યું હતું કે જો ભારતીયો ઈરાનના અન્ય કોઈ ભાગમાં છે, અને નિકાસની યોજના બનાવી રહ્યા છે તો તેમને સલાહ આપવામાં આવે છે કે તેઓ જ્યાં હોય ત્યાં જ રહે અને સમાચાર પર નજર રાખે. આ ઉપરાંત દૂતવાસ દ્વારા જાહેર કરવામાં આવેલી સલાહો પર નજર રાખે. આ સાથે દૂતવાસે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં જે ભારતીયો મશહદની યાત્રા કરી ચૂક્યા છે અને દૂતવાસની વ્યવસ્થિત હોટલોમાંથી કોઈ એક હોટલમાં રહી ચૂક્યા છે તો તેમને અનુરોધ છે કે તેઓ બીજી હોટલ તરફ પ્રયાણ કરે, કારણકે દૂતવાસ આજે જ અન્ય હોટલોના રુમ ખાલી કરી દેશે.

Exit mobile version