અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધિશોને આરટીઆઈ એક્ટ હેઠળ અરજદારને માહિતી આપવા માહિતી કમિશનરે આદેસ કર્યો છે. યુનિના પૂર્વ સેનેટ મેમ્બરે આરટીઆઈ દ્વારા માહિતી માંગી હતી. જેમાં અપૂરતી માહિતી આપવામાં આવતી હતી. સતત અપૂરતી માહિતી મળવાને કારણે પૂર્વ સેનેટ મેમ્બરે માહિતી આયોગમાં ફરિયાદ કરી હતી. જેથી માહિતી કમિશનરે ગુજરાત યુનિવર્સીટીને આઈટીઆઈ એકટ હેઠળ તમામ માહિતી આપવાનો હુકમ કર્યો છે. અગાઉ અરજદારે યુનિ પાસે માહિતી માગી હતી પણ પુરતી માહિતી આપવામાં આવી નહતી.
ગુજરાત યુનિવર્સીટીના પૂર્વ સેનેટ મેમ્બર દેવદત્ત રાણાએ માહિતી આયોગમાં લેખિતમાં ફરિયાદ કરી હતી.ફરિયાદ બાદ ગુજરાત રાજ્ય માહિતી આયોગ માહિતી કમિશનર કે.એમ.અધવર્યુંએ ગુજરાત યુનિવર્સિટીની માહિતી આપવા હુકમ કર્યો હતો જેમાં પ્રો એક્ટિવ ડિક્લોઝર હેઠળ આવતી 17 પ્રકારની માહિતી વેબસાઈટ પર મૂકવાંનો હુકમ કર્યો છે,મહત્વની નીતિ અને જાહેર જનતાને અસર કરતા નિર્ણય સબંધી તમામ તથ્યો પ્રકાશિત કરવા હુકમ કર્યો છે.
અસરગ્રસ્ત વ્યક્તિને વહીવટી અથવા અર્ધ ન્યાયિક નિર્ણયના કારણો પ્રદાન કરવા હુકમ કર્યો,તમામ માહિતી સ્થાનિક ભાષામાં પ્રસારિત કરવા તથા દરેક ફોર્મેટમાં પ્રસારિત કરવા જણાવ્યું છે.આ અંગે પૂર્વ સેનેટ મેમ્બર દેવ દત્ત રાણાએ જણાવ્યું હતું કે મેં ઘણા સમયથી અનેક RTI કરીને જાહેર હિતમાં જવાબ માંગ્યા છે પરંતુ અપૂરતી માહિતી આપવામાં આવે છે એટલે કે કેટલીક માહિતી છૂપાવવામાં આવી હતી. જેથી તમામ માહિતી પ્રકાશિત થાય તે હેતુથી મેં ફરિયાદ કરી હતી જે અંગે માહિતી કમિશનરે યુનિવર્સિટીને માહિતી પ્રકાશિત કરવા હુકમ કર્યો છે.