
“ભારતમાં દલિત વાર્તાલાપ” વિષય પર NIMCJ માં ચર્ચાસત્રનું આયોજન
અમદાવાદ: ભારતમાં દલિત વાર્તલાપ વિષય પર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCI) અને સંસ્કૃતિ મંથન ચેરીટેબલ ટ્રસ્ટ (ભારતમંધન)ના સંયુક્ત ઉપક્રમે આગામી સોમવારે 25મી ડિસેમ્બરના રોજ એક ચર્ચાસત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જાણીતા દલિત લેખક ડૉ. ગુરુ પ્રકાશ પાસવાન અને સુદર્શન રામભદ્રન આ ચર્ચાસત્રમાં જોડાશે.
આગામી સોમવારે સવારે 11:00 કલાકે NIMCJ કેમ્પસ ખાતે આ ચર્ચાસત્રનું આયોજન કરવામાં આવ્યું છે. “મેકર્સ ઓફ મોર્ડન દલિત હિસ્ટ્રી” પુસ્તકના બંને લેખક ડો. ગુરુપ્રકાશ પાસવાન (ઓફલાઈન) અને શ્રી સુદર્શન રામભદ્રન (ઓનલાઈન) જોડાશે. આ કાર્યક્રમમાં બુદ્ધિજીવીઓ, વિદ્યાર્થીઓ ભાગ લેશે. તેમ સંસ્થાના ડાયરેક્ટર ડો. શિરીષ કાશીકરએ જણાવાયું હતું.
(PHOTO-FILE)