
ઈટલીથી અમૃતસર આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈના 180 યાત્રીઓમાંથી 125 કોરોના પોઝિટિવ
- પંજાબમાં કોરોના વિસ્ફોટ
- ઈટલીથી આવેલી ફ્લાઈટના 125 યાત્રીઓ પોઝિટિવ
- ઈટલીની ફ્લાઈટ અમૃતસર એરપોર્ટ પર કોરોના વિસ્ફોટ લાવી
ચંદિગઢઃ- સમગ્ર વિશ્વભરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે ત્યારે બહારથી આવતા લોકો પણ કોરોના ગ્રસ્ત મળી રહ્યા છે, વિદેશથી આવતા લોકોનું ટેસ્ટિંગ કરતા જાણવા મળે છે કે યાત્રીઓ મોટા પ્રમાણમાં સંક્રમિત હોય છે આજે આવી જ એક ઘટના બની છે પંજાબના અમૃતસરમાં.જ્યા એર ઈન્ડિયાની ફ્લાઈટના 125 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર ઈટલીથી ઉડાનભરીને ભારતના પંજાબ રાજ્યના શહેર અમૃતસર ખાતે આવેલી ફ્લાઈટે પંજાબ રાજ્યની તથા દેશની ચિંતા વધારી છે, કારણ કે ઈટલીની આ ફ્લાઈટમાં કુલ 182 યાત્રીઓમાંથી 125 યાત્રીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે.આ વાતને લઈને હોબાળો મચ્યો છે, એરપોર્ટ પરછથી આ તમામ યાત્રીઓને હોમ આઈસોલેશન હેઠળ મોકલવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે સંક્રમણની ગતિ ચિંતાજનક દરે વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 56 ટકાની ઝડપે 90 હજાર 928 લોકો તેનાથી સંક્રમિત થયા છે અને તેના કારણે 325 લોકોના મોત થયા છે. આ પહેલા બુધવારે 58 હજાર કેસ નોંધાયા હતા.