1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ 5599 બુથમાંથી 2800 બુથ પર CCTVથી મોનિટરિંગ કરાશે
અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ 5599 બુથમાંથી 2800 બુથ પર CCTVથી મોનિટરિંગ કરાશે

અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ 5599 બુથમાંથી 2800 બુથ પર CCTVથી મોનિટરિંગ કરાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની બાજી તબક્કની ચૂંટણીમાં અમદાવાદમાં 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લાની 21 વિધાનસભા બેઠકો પર વહીવટી તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.. અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 5 હજાર 599 બુથ  મતદાન માટે નિયત કરાયા છે. દરેક વિધાનસભામાં 7 સખી બુથ હશે જે સંપૂર્ણ મહિલા સંચાલિત હશે. અમદાવાદમાં 11 જગ્યાએ તંબુ ઉભા કરીને મતદાન મથક ઊભા કરવામાં આવ્યા છે. પોલિંગ સ્ટાફની ટ્રેનિંગ પૂર્ણ કરવામાં આવી છે. તમામ મતદાન મથકો પર પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

અમદાવાદના કલેક્ટર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, આવતી કાલે તા. 4 ડિસેમ્બરે EVM સહિત બુથ પરની સામગ્રી લઈને કર્મચારીઓ જે તે બુથ પર જવા નીકળશે. દરેક બુથ પરના EVM સાથે રિઝર્વ EVM પણ હશે. મતદાન પૂર્ણ થયા બાદ જે EVMમાં મત પડ્યા હશે તે ઇવીએમને સુરક્ષાકર્મીઓ સાથે રાખી મતગણતરી સેન્ટર પર લઈ જશે. જ્યારે મત ન પડ્યા હોય તેવા રિઝર્વ EVMને વેરહાઉસમાં લઈ જવાશે. EVMને પણ ચાર કેટેગરીમાં વહેંચવામાં આવશે. A કેટેગરીમાં નોર્મલ વોટિંગ, B કેટેગરીમાં રિપ્લેસમેન્ટમાં વોટ થયા તેવા, C કેટેગરીમાં મોકપોલ અને D કેટેગરીમાં વપરાયા નથી તેવા EVMનો સમાવેશ કરાયો છે. શહેર અને જિલ્લામાં કુલ 5 હજાર 599 મતદાન મથકોમાંથી 2 હજાર 800 મથકો પર CCTVથી મોનિટરિંગ થશે. મતદાન માટે કુલ 9 હજાર 154 CU મશીન, 9 હજાર 154 BU મશીન અને 9 હજાર 425 VVPAT મશીન વહેંચવામાં આવ્યા છે. જો કોઈ મશીન બગડે તો તેને રિપ્લેસ કરવા આ વખતે 63 ટકા લેખે BU અને CU મશીન રિઝર્વ રખાયા છે. જ્યારે 68 ટકા લેખે vvpt મશીન રિઝર્વ રખાયા છે. 21 વિધાનસભાના કુલ 5599 બુથને લઈને પ્રક્રિયા ચાલી રહી છે. 21 વિધાનસભામાં સૌથી વધુ દસક્રોઈમાં 413 બુથ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, પ્રથમ તબક્કાના મતદાન પહેલા જ પોલીસ અને હોમગાર્ડ જવાનોનું મતદાન યોજાયું હતું. અમદાવાદ જિલ્લામાં કુલ 13829 પોલીસ અને હોમગાર્ડ જવાનો પોસ્ટલ મતદાન માટે નોંધાયા હતા, જેમાંના 12081 પોલીસ અને હોમગાર્ડ જવાનો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. આમ, કુલ 87.35 ટકા મતદાન જોવા મળ્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં ફરજ પર રોકાયેલા સ્ટાફ માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી સ્પેશિયલ પોલિંગ ફેસીલીટી અંતર્ગત અમદાવાદ જિલ્લામાં પાંચ કેન્દ્રો ઉપર 25 અને 26 નવેમ્બરના રોજ પોલીસ જવાનો માટે વોટિંગ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે સંદર્ભે અમદાવાદ જિલ્લાના પોલીસ અને સુરક્ષાકર્મીઓ માટે અલાયદા પાંચ સેન્ટર પર પોલીસ કર્મીઓ માટે સવારે 9 વાગ્યા થી સાંજ ના 5 વાગ્યા સુધીમાં મતદાનની વ્યવસ્થા ગોઠવાઈ હતી. જ્યાં પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ જવાનોમાં લોકશાહીના મહાપર્વમાં ચૂંટણીને લઈને ઉમંગ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code