કોવિડ મહામારી દરમિયાન રસીની મદદથી 25 લાખથી વધુ લોકોના જીવ બચાવી શકાયા હતાં. ઈટલીના એક વિશ્વ-વિદ્યાલયના અભ્યાસમાં એ વાત સામે આવી કે, કોવિડની પ્રતિ 5 હજાર 400 રસીથી ઓછામાં ઓછા એક વ્યક્તિનો જીવ બચાવી શકાયો.
કોવિડ સંક્રમણ પહેલા રસી લગાવનારા અંદાજે 82 ટકા લોકોનો જીવ બચાવી શકાયો, જેમાં 90 ટકાથી વધુ લોકો 60 વર્ષ કે તેનાથી વધુ વયના હતા. 57 ટકા લોકોનો જીવ કોવિડ સંક્રમણથી પીડિત થયાની શરૂઆતના દિવસોમાં જ બચાવાયો. અગાઉ પણ આ અંગે ઘણા અભ્યાસ પ્રકાશિત થયા છે, પરંતુ ઈટલીના વિશ્વ-વિદ્યાલયનો વર્તમાન અભ્યાસ વધુ વ્યાપક છે.