
વિકેન્ડ પર સિનેમા ઘરોમાં ફિલ્મ ‘એનિમલ’નો છવાયો જાદુ , બમ્પર કમાણી મામલે વાર;ડ વાઈડ રેકોર્ડ બનાવ્યો
મુંબઈ – રણબીર કપૂર સ્ટાર ફિલ્મ એનિમલ રીલીઝ પહેલા જ ચર્ચા માં હતી આ ફિલ્મ એ ઍડ્વાન્સ બુકિંગ માં જ જોરદાર કમાણી કરી લીધું હતી જો કે હવે ફિલ્મને વિકેન્ડનો લાભ મળતા ફિલ્મ નું કલેક્શન અનેક ફિલ્મોને ટક્કર અપી રહ્યું છે એટલું જ નહીં અમેરિકા જેવા દેશોમાં પણ ફિલ્મને સારા દર્શકો મળી રહ્યા છે જેને લઈને વર્લ્ડ વાઈડ કલેક્શન એ રેકોર્ડ બનાવ્યો છે .
રણબીર કપૂરની એનિમલ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક હતી. આ ફિલ્મમાં તેના સિવાય રશ્મિકા મંદન્ના, બોબી દેઓલ અને અનિલ કપૂર લીડ રોલમાં જોવા મળશે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મને દર્શકોનો પૂરો સાથ મળ્યો છે. શરૂઆતના દિવસે ફિલ્મે બધાને ચોંકાવી દીધા હતા અને 63.8 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘એનિમલ’નો ફિવર માત્ર દેશમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં છવાઈ ગયો છે. આ ફિલ્મ વૈશ્વિક બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. આ સાથે રણબીર કપૂરની આ ફિલ્મ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર નંબર 1 ફિલ્મ બનીને ઉભરી છે.
બીજા દિવસે, ફિલ્મે છલાંગ લગાવી અને 66.27 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. ત્રીજા દિવસે ફરી એકવાર ફિલ્મની કમાણીમાં વધારો થયો છે. રવિવારે એનિમલ રૂ. 72.50 કરોડના આંકડાને સ્પર્શવામાં સફળ રહ્યો. આ સાથે ફિલ્મનો ભારતમાં કુલ બિઝનેસ 202.57 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.
રિલિઝન માત્ર 3 દિવસમાં જ વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર અંદાજે 340 કરોડની કમાણી કરનારી ફિલ્મ બની છે અને ઇતિહાસ રચ્યો છે. આ સાથે ‘એનિમલ’ ઘણી ફિલ્મોની ધૂળ ખાઈ ચૂકી છે. ‘એનિમલ’ એ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો ગેંગસ્ટર આધારિત એક્શન ડ્રામા ‘એનિમલ’ તેની રિલીઝના પહેલા દિવસથી જ દેશ અને દુનિયામાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.
ફિલ્મે ત્રણ દિવસમાં વિશ્વભરમાં 340 કરોડ રૂપિયાનું કલેક્શન કરીને રેકોર્ડ બનાવ્યો છે. આમાં, સપ્તાહના અંતે ભારતમાં રૂ. 233 કરોડનો બિઝનેસ થયો હતો, જ્યારે પ્રારંભિક અનુમાન મુજબ, વિદેશમાં 106 કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો. ‘એનિમલ’ વિશ્વભરના બોક્સ ઓફિસ ચાર્ટમાં ટોચ પર છે.
‘માસ્ટર’ અને ‘RRR’ પછી એનિમલ ત્રીજી ભારતીય ફિલ્મ બની છે જેણે ઓપનિંગ વીકએન્ડમાં વૈશ્વિક બોક્સ ઓફિસ પર #1 સ્થાન હાંસલ કર્યું છે. રણબીર કપૂરની ફિલ્મે વિશ્વભરમાં બોક્સ ઓફિસ ચાર્ટમાં ટોચ પર રહેલી હિન્દી મૂળની પ્રથમ ફિલ્મ બનીને ઈતિહાસ રચ્યો છે.
tags:
animal