Site icon Revoi.in

પાકિસ્તાનઃ ઓપરેશન સિંદૂરમાં મરાયેલા આતંકવાદી યુસુફ અઝહરની યાદમાં યોજાશે વિશાળ શોકસભા

Social Share

જૈશ-એ-મોહમ્મદે તેના સ્થાપક મસૂદ અઝહરના ભાઈ યુસુફ અઝહરની યાદમાં 25 સપ્ટેમ્બરે શોકસભાનું આયોજન કરવાનો પ્લાન બનાવ્યો છે. આ સભા પેશાવરના મરકઝ શહીદ મક્સૂદાબાદમાં યોજાવાની છે. સંગઠન તેને નવા ભરતી અભિયાન તરીકે પણ ઉપયોગ કરી શકે છે. યુસુફ અઝહર સહિત તેના કુટુંબના 10 સભ્યોનું મોત ભારતની સૈન્ય કાર્યવાહી ઓપરેશન સિંદૂર દરમિયાન થયા હતા. આ એરસ્ટ્રાઇક 22 એપ્રિલે પેહલગામ હુમલા બાદ પાકિસ્તાનના બહાવલપુર સ્થિત જૈશના મુખ્યાલય પર કરવામાં આવી હતી. મસૂદ અઝહરે જણાવ્યું કે મૃતકમાં તેની બહેન, ભાભી, ભત્રીજ તેમજ પાંચ બાળકોનો સમાવેશ થાય છે. જૈશના એક કમાન્ડરે આ હકીકતને એક વીડિયો દ્વારા સ્વીકારી હતી.

મસૂદ અઝહરે પઠાનકોટ અને ઉરી જેવા હુમલાની યોજના બનાવી હતી, જેમાં 59 ભારતીય સૈનિક શહીદ થયા હતા. તે સંસદ હુમલા અને 26/11 મુંબઈ હુમલામાં પણ સામેલ હતો. 2019માં સંયુક્ત રાષ્ટ્રસંધે તેને ‘વૈશ્વિક આતંકી’ જાહેર કર્યો હતો. ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન થયેલી નાગરિક હાનિ પર દુઃખ વ્યક્ત કર્યું છે, પરંતુ સ્પષ્ટ કર્યું કે જે 9 આતંકી કેમ્પોને નિશાન બનાવાયા હતા તેમનો સીધો સંબંધ આતંકી પ્રવૃત્તિઓ સાથે હતો.

Exit mobile version