1. Home
  2. ગુજરાતી
  3. નેપાળ સરહદ મારફતે ભારતમાં ઘુસણખોરીનો પ્રયાસ કરતા પાકિસ્તાની મહિલા અને પુત્ર ઝડપાયાં
નેપાળ સરહદ મારફતે ભારતમાં ઘુસણખોરીનો પ્રયાસ કરતા પાકિસ્તાની મહિલા અને પુત્ર ઝડપાયાં

નેપાળ સરહદ મારફતે ભારતમાં ઘુસણખોરીનો પ્રયાસ કરતા પાકિસ્તાની મહિલા અને પુત્ર ઝડપાયાં

0
Social Share

નવી દિલ્હીઃ દેશની સરહદ ઉપર ગેરકાયદે ઘુસણખોરી અટકાવવા માટે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પેટ્રોલીંગ અને તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન નેપાળ સરહદ ઉપર ફરજ પર તૈનાત ભારતીય સુરક્ષા એજન્સીઓએ ઘુસણખોરીનો પ્રયાસ કરતી પાકિસ્તાની મહિલા અને તેના પુત્રને ઝડપી લીધા હતા. આ બંને કેમ ભારતમાં ઘુસણખોરી કરી રહ્યાં હતા તે અંગે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી હતી. તેમજ તેને ઘુસણખોરી માટે કોણ-કોણ મદદ કરી રહ્યું હતું તે અંગે પણ ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સીમા સુરક્ષા બળની 41મી બટાલિયનના સુરક્ષા કર્મચારીઓએ નિયમિત ચેકિંગ દરમિયાન બોર્ડર આઉટ પોસ્ટ પર પાકિસ્તાની મહિલા શાઇસ્તા હનીફ (62 વર્ષીય), તેના પતિ મોહમ્મદ હનીફ અને તેમના 11 વર્ષના પુત્ર આર્યનની અટકાયત કરાઈ હતી. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન અમે તેને કોઈ ઓળખ પત્ર બતાવવા કહ્યું પરંતુ તે કોઈ પુરાવો બતાવી શક્યા ન હતા. SSB અધિકારીઓએ જણાવ્યું કે શંકાસ્પદ લાગવા પર તેઓએ માતા-પુત્ર બંનેની તપાસ કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પાકિસ્તાન સહિત અન્ય દેશોના નાગરિકોની આ બોર્ડર પર ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરતી વખતે ધરપકડ કરવામાં આવી છે. ગયા વર્ષે પણ એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.પાકિસ્તાની મહિલા સીમા પોતાના સંતાનો સાથે નેપાળના મારફતે ભારતમાં ઘુસી હતી. આ ઉપરાંત ઘુસણખોરીના બનાવો છેલ્લા કેટલાક સમયથી વધી રહ્યાં છે. જેથી આવા બનાવોને અટકવવા માટે કવાયતને વધારે તેજ બનાવવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code