1. Home
  2. ગુજરાતી
  3. પંડિત નહેરુ, કમાલ પાશા અને રામજન્મભૂમિ
પંડિત નહેરુ, કમાલ પાશા અને રામજન્મભૂમિ

પંડિત નહેરુ, કમાલ પાશા અને રામજન્મભૂમિ

0
Social Share

કદાચ કલ્પના ન કરી શકાય તેવી એક ઘટના બની હતી તુર્કી ના શહેર ઇસ્તંબુલ માં… વર્ષ હતું સન 1935 નું… આ વર્ષે તુર્કીના રાષ્ટ્ર અધ્યક્ષ મુસ્તુફા કમાલ પાશા એ એક ચોંકાવનારો નિર્ણય કર્યો. તેમણે ઇસ્તંબુલ માં આવેલું જગપ્રસિદ્ધ હાગીઆં સોફિયા ચર્ચ કે જેને સન 1453 માં સુલ્તાન મોહંમદ બીજાએ મસ્જિદમાં ફેરવી દીધેલું તે મસ્જિદને કમાલ પાશાએ મસ્જિદ તરીકે રદ કરી તેને હગીયા સોફિયા સંગ્રહાલય તરીકે ઘોષિત કરી દીધું. આ વાતથી પંડિત જવાહર લાલ નહેરુ એટલા બધા ખુશ થઈ ગયેલા કે તેમણે પોતાના Glimpses of World History નામના ગ્રંથમાં મુસ્તુફા કમાલ પાશા ને બિરદાવતું એક આખું પ્રકરણ લખી નાખેલું. અને કહેલું કે” આ ઘટનાથી તુર્કી ફરી પાછું Hagiya Sofiya ના યુગમાં પહોંચી ગયું છે.

પ્રશ્ન એ થાય છે કે આHagiya Sofiya ચર્ચ ની ઘટના શી છે? એક સમયે તુર્કીના ઇસ્તંબુલ નો અા પ્રદેશ રોમન સમ્રાટો ના તાબામાં હતો. રોમન સમ્રાટ જસ્તીનીયને અહીં સન 537 માં આ ભવ્ય ચર્ચ બનાવેલું.Hagiya Sofiya નો અર્થ થાય છે Holy Divine Wisdom. આ ચર્ચ તે સમયનું સૌથી મોટું ખ્રિસ્તી ચર્ચ હતું. રોમન સમ્રાટો નો રાજ્યાભિષેક આ ચર્ચમાં થતો. વિશ્વભરના કરોડો ઈસાઈઓ આ ચર્ચમાં આવી વર્જિન મેરી ની મોજેઇક કલાકૃતિ, ઈસાઈ પ્રતીકો અને ભવ્ય ગુંબજો જોઈ અભિભૂત થઈ જતા.

પરંતુ સન 1453 માં સુલ્તાન મોહંમદ બીજાએ ઇસ્તંબુલ જીતી લીધું અને અહીંના જગવિખ્યાત ચર્ચને મસ્જિદમાં ફેરવી દીધું. ત્યારથી ખ્રિસ્તીઓ માટે આ ચર્ચના દરવાજા બંધ થયેલા અને મુસ્લિમોની અવિરત નમાજ અહીં શરુ થયેલી.

પરંતુ આ ઘટનાના 482 વર્ષ પછી એક નવો જ વળાંક આવ્યો. સન 1918 માં પ્રથમ વિશ્વયુદ્ધ સમાપ્ત થયું. આ વિશ્વયુદ્ધમાં તુર્કી હિટલરના પક્ષે અને અંગ્રેજો ની વિરુદ્ધ લડ્યું હતું. આ યુધ્ધમાં હીટલર હાર્યો અને અંગ્રેજો જીત્યા પરિણામે તુર્કી નું ઓટોમન સામ્રાજ્ય વેર વિખેર થઈ ગયું… હવે પરાજિત થયેલા તુર્કીમાં 1920 થી દેશભક્તિની લહેર જાગી. સન 1916 માં સેનામાં લેફ્ટેનન્ટ જનરલ બની બહાર આવેલા મુસ્તુફા કમાલ પાશા લોકપ્રિય બનવા માંડયા. પાશા લડાયક, પ્રગતિશીલ અને આધુનિક વિચારો ધરાવતા રાષ્ટ્રવાદી નેતા હતા. તેમણે તુર્કીમાં સત્તા પર આવતાં જ ધરમૂળ પરિવર્તનો શરુ કર્યા. સૌ પ્રથમ તેમણે (૧) તુર્કી ની પુરાની સલ્તનત સમાપ્ત કરી દીધી (૨) ખલીફા ની ગાદી વિસર્જિત કરી દીધી.(૩) અને શરિયત ના મુસ્લિમ કાયદા રદ કરી દીધા. તેમણે તુર્કીના બંધારણમાં લખાયેલા Religion of the State is Islam શબ્દો દૂર કર્યા. કમાલ પાશાએ તુર્કી નું આધુનિકરણ Modernisation શરૂ કર્યું. અહીં Young Turks જુસ્સાદાર જુવાન તુર્ક નેતાઓનો ફાલ ઉગી નીકળ્યો .(આપણે યાદ કરીએ કે ઇન્દિરા ગાંધી ના સમયમાં ચંદ્રશેખર, રામધન અને ઉમાશંકર દિક્ષિત Young Turks કહેવાતા. આ Young Turk શબ્દ તુર્કીમાં થી આવેલો) કમાલ પાશા અરબી સંસ્કારો અને પ્રતીકો ને ધિક્કારતા.

અરબી પ્રતીકોને તેઓ ગુલામીના પ્રતીકો માનતા. તેથી તેમણે અરબી ઇસ્લામિક કાયદા અને પરંપરાઓ હટાવવાનું અભિયાન શરૂ કર્યું. (૧) કમાલે મસ્જિદમાં અરબી ભાષામાં થતી અજાન (બાંગ) બંધ કરાવી દીધી. તેમણે તુર્કી ભાષામાં અજાન પોકારવા નો હુકમ કર્યો (૨) તેમણે અરબી ભાષામાં છપાતું કુરાન બંધ કરાવી દીધું. કમાલે કહયું,”અલ્લાહ શું માત્ર અરબી ભાષા જ જાણેછે?” તેમણે કુરાનનો તુર્કી ભાષામાં અનુવાદ કરાવ્યો પણ મુશ્કેલી એ હતી કે તુર્કી ભાષા લખાતી હતી અરબી લિપિ માં. તેઓ અરબી લિપિ ધિક્કારતા હતા તેથી તેમણે કુરાનને રોમન લિપિમાં લખાવ્યું પણ અરબી લિપિને તો ફેંકી જ દીધી.(૩) તેમણે તુર્કીમાં પહેરવામાં આવતી ફૈઝ ટોપી પર પ્રતિબંધ મુકી દીધો કારણ કે મોરોક્કો ની ફૈઝ ટોપી અરબી પ્રતીક હતું.(૪) મુસ્લિમ મહિલાઓને હિજાબ પહેરવા પર પ્રતિબંધ મુકી દીધો.(૫) જે મૌલવીઓ એ અા સુધારાઓ નો વિરોધ કર્યો તેમને કમાલે જેલભેગા કરી દીધા (૬) તુર્કી આઝાદ થતા તેમની સામે રાષ્ટ્રભાષા નો પ્રશ્ર્ન આવ્યો. કમાલે પોતાના અધિકારીઓને પૂછ્યું “ટર્કીશ ભાષાને રાષ્ટ્રભાષા તરીકે લાગુ કરવા માટે યોગ્ય સમય કયો?”અધિકારીઓએ કહયું”, ચાર વર્ષ બાદ”. તો કમાલે કહયું”, તમે સમજી લો કે આવતી કાલે જ ચાર વર્ષ પુરા થાય છે”. અને આશ્ચર્ય વચ્ચે બીજા જ દિવસે ટર્કીશ ભાષા રાષ્ટ્રભાષા બની ગઈ.(૭) કમાલે તુર્કી ભાષામાં રહેલા અરબી શબ્દોને વીણી વીણીને દૂર કરાવ્યા.

કમાલ ના ધ્યાનમાં આવ્યું કે અલ્લાહ પણ અરબી શબ્દ છે તો તેમણે અલ્લાહ ને બદલે “તારી “(તુર્કી શબ્દ) બોલવાનું શરૂ કરાવ્યું. તુર્કીના જીવનમાં નવજીવન પ્રગટ્યું. સન 1934 માં તુર્કીની ગ્રાન્ડ નેશનલ અસેમ્બલી એ કમાલ પાશા ને कमाल अतातुर्क નો ખિતાબ આપી ભવ્ય સન્માન કર્યું. अतातुर्क એટલે Father of Turks . કમાલ ના ધ્યાનમાં આવ્યું કે પોતાના નામ માં આવેલો पाशा શબ્દ પણ અરબી છે તો તેમણે પોતાના નામમાં રહેલો पाशा શબ્દ પણ દૂર કર્યો અને પોતાનું નામ રાખ્યું कमाल अतातुर्क. આજ પ્રક્રિયા મુજબ તેમણે મસ્જિદ નું નામ હટાવી हागिया सोफिया संग्रहालय નામ આપી એક સમયે થયેલ કુકૃત્ય બદલ પ્રાયશ્ચિત પણ કર્યું.

આપણે યાદ રાખીએ કે સોફિયા ચર્ચ ની ઘટના માં અને રામજન્મભૂમિ ની ઘટના માં એકજ સંદેશ રહેલો છે. બન્ને ઉપર થી કલંકો હટવાની ઘટના લખાયેલી છે.

પણ થોભો. બે મહત્વના પ્રશ્નો આપને પૂછું છું.(૧) જ્યારે મસ્જિદમાં ફેરવાઈ ગયેલા એક ચર્ચ ને લાગેલા કલંકને કમાલે દૂર કર્યું ત્યારે પંડિત નહેરુ અત્યંત આનંદિત થયેલા.. હવે અયોધ્યામાં 5 ઓગષ્ટે ભૂમિપૂજન થતાં રામજન્મભૂમિ નું કલંક સંપૂર્ણ રીતે દૂર થયું છે….. શુંપંડિત નહેરુ જો આજે જીવિત હોત તો ભૂમિપૂજન ની ઘટના થી એટલા જ આનંદિત થયા હોત જેટલા તેઓ સોફિયા ચર્ચ વખતે થયા હતા?…(૨) અને રામમંદિર માટે આંદોલન કરનાર જુજારું નેતાઓ, શહીદ થયેલા રામ ભક્તો અને કર્મઠ કારસેવકો માટે પણ પંડિત નહેરુ એ એવો જ લેખ લખ્યો હોત જેવો તેમણે कमाल अतातुर्क માટે લખ્યો હતો ?
લેખન- સુરેશ ગાંધી

(Source- Social Media)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code