1. Home
  2. ગુજરાતી
  3. કાશ્મીરમાં પાર્ટટાઈમ આતંકવાદીનો ઉપદ્રવઃ હુમલા બાદ આરોપીઓ સામાન્ય જીવન જીવવા લાગે છે
કાશ્મીરમાં પાર્ટટાઈમ આતંકવાદીનો ઉપદ્રવઃ હુમલા બાદ આરોપીઓ સામાન્ય જીવન જીવવા લાગે છે

કાશ્મીરમાં પાર્ટટાઈમ આતંકવાદીનો ઉપદ્રવઃ હુમલા બાદ આરોપીઓ સામાન્ય જીવન જીવવા લાગે છે

0
Social Share
  • આવા આતંકવાદીઓ પિસ્તોલથી ગુનાને આપે છે અંજામ
  • પાર્ટટાઈમ આતંકવાદીઓ સુરક્ષી એજન્સીઓ માટે મોટો પડકાર
  • આતંકવાદીઓના લિસ્ટમાં નામ નહીં હોવાથી મુશ્કેલીમાં વધારો

દિલ્હીઃ કાશ્મીર ઘાટીમાં સુરક્ષદળો માટે નવો પડકાર ઉભો થયો છે. ઘાટીમાં પાર્ટ ટાઈમ અથવા હાઈબ્રિડ આતંકવાદીઓ ઉપસ્થિતિ દેશમાં મોટા ખતરા સમાન છે. પાર્ટટાઈમ એટલે હાઈબ્રિડ આતંકવાદીઓ સુરક્ષાદળોની યાદીમાં નથી હોતા અને આતંકવાદી હુમલાને અંજામ તેઓ પરત પોતાના કામ ઉપર લાગી છે. આવા લોકોને પકડવા માટે સુરક્ષા દળો માટે પડકારજનક છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઘાટી વિસ્તારમાં છેલ્લા બે અથવાડિયામાં 7 નાગરિકોના મોત થયા છે. જે પૈક મોટાભાગને પિસ્તોલવાળા યુવાનોએ ગોળીમારી હતી. જે બાદ સુરક્ષાદળો એવા પાર્ટટાઈમ આતંકવાદીઓની તપાસમાં જોતરાઈ છે. આ આતંકવાદીઓ ચોરીછોપી ઘટનાને અંજામ આપી રહ્યાં છે.

વિજય કુમાર, આઈજી કાશ્મીરએ જણાવ્યું હતું કે, હાઈબ્રિડ આતંકવાદી અને પાર્ટ ટાઈમ આતંકવાદી એ લોકો છે જે અમારા લિસ્ટમાં તેમનો ઉલ્લેખ નથી. પરંતુ તેઓ આતંકવાદીઓના સતત સંપર્કમાં છે. એકાદ-બે હુમલા બાદ આ આતંકવાદીઓ સામાન્ય જીવન જીવવાનું શરૂ કરે છે. અત્યાર સુધીમાં 97 પિસ્તોલ જપ્ત કરી હતી.

તેમણે વધુમાં કહ્યું કે, પિસ્તોલનો ઉપયોગ કરીને નિર્દોશ નાગરિકોની હત્યા કરી રહ્યાં છે. આ આતંકવાદીઓની નવી સ્ટાઈ છે. આ વર્ષે જેટલા પણ પોલીસ કર્મચારી મર્યા છે તે તમામ ઘટના સમયે હથિયાર વગર હતા અને વધારેમાં વધારે હુમલા પિસ્તોલથી થયાં છે. હવે આતંકવાદીઓએની આ નવી ટેકનીકનો તોડ મેળવવાની સુરક્ષા એજન્સીઓએ કવાયત શરૂ કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code