1. Home
  2. revoinews
  3. UCC બિલ પસાર થવું એ ગુજરાત અને ગુજરાતની માતૃશક્તિ માટે ઐતિહાસિક દિવસઃ જગદીશભાઈ વિશ્વકર્મા
UCC બિલ પસાર થવું એ ગુજરાત અને ગુજરાતની માતૃશક્તિ માટે ઐતિહાસિક દિવસઃ જગદીશભાઈ વિશ્વકર્મા

UCC બિલ પસાર થવું એ ગુજરાત અને ગુજરાતની માતૃશક્તિ માટે ઐતિહાસિક દિવસઃ જગદીશભાઈ વિશ્વકર્મા

0
Social Share

ગાંધીનગર, 25 માર્ચ, 2026 –  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતમાં UCC દ્વારા ‘એક રાષ્ટ્ર, એક કાયદો’ ના સંકલ્પને સાકાર કરવા તરફ મક્કમ ડગલું માંડ્યું છે, તેમ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ દિવસ ગુજરાત અને ગુજરાતની માતૃશક્તિ માટે ઐતિહાસિક દિવસ છે. તેમણે ઉમેર્યું કે, હાલ લગ્ન, વારસાઈ, ઉત્તરાધિકાર, દત્તક વિધાન, છૂટાછેડા, જમીન-મકાન વારસાઈ, વાલીપણું જેવી બાબતો માટે ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય અને સાંસ્કૃતિક માન્યતા અનુસાર અલગ-અલગ કાયદા અસ્તિત્વમાં છે. UCC લાગુ થવાથી આ વિસંગતતા હવે દૂર થવાની છે.

જગદીશભાઈ વિશ્વકર્માએ કહ્યું કે, યુનિફોર્મ સિવિલ કોડ કોઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી. આ સતત સંઘર્ષ, ત્યાગ અને પરિશ્રમ સાથે વૈચારિક અધિષ્ઠાનને વળગી રહેવાનું પરિણામ છે. જનસંઘની સ્થાપના બાદ 1952ની પ્રથમ કારોબારીમાં કલમ 370ની નાબૂદી સાથે કાશ્મીરનું ભારતમાં એકીકરણ, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ અને સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો. કલમ 370 નાબૂદ થઇ ચૂકી છે, અયોધ્યામાં ભવ્ય રામમંદિર બની ચૂક્યું છે અને આજે ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવનાર ઉતરાખંડ પછી બીજું રાજ્ય બન્યું છે.

આ પણ વાંચોઃ LPG સિલિન્ડર બુકિંગના નિયમોમાં કોઈ ફેરફાર નહીં કરાયાની કેન્દ્ર સરકારની સ્પષ્ટતા

તેઓએ ભારપૂર્વક જણાવ્યું કે, ભાજપ ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના સાથે કામ કરે છે જ્યારે કોંગ્રેસ અને અન્ય વિપક્ષો હંમેશા તુષ્ટિકરણની રાજનીતિમાં રચ્યાપચ્યા રહ્યા છે. દાયકાઓ સુધી વિપક્ષે માત્ર વોટબેંક ખાતર UCCનો વિરોધ કર્યો અને દેશને વિભાજિત રાખવાના પ્રયત્નો કર્યા. જે લોકો કહેતા હતા કે ‘રામ મંદિર ક્યારેય નહીં બને’ કે ‘કલમ 370 હટશે તો લોહીની નદીઓ વહેશે’, આજે તેમની બોલતી બંધ થઈ ગઈ છે. ફરી એક વખત પુરવાર થયું છે કે, નીતિ સાફ હોય અને નિયત અટલ હોય તો એ કાર્યને કોઈ અટકાવી શકતું નથી. UCC જાતિ, ધર્મ કે પંથના ભેદભાવ વગર દરેક નાગરિકને સમાન અધિકાર આપે છે. UCC સામાજિક ન્યાય અને સમાનતા માટેનું માઈલસ્ટોન છે. આ ‘રાષ્ટ્ર પ્રથમ’ ના મંત્રની જીત છે. તેઓએ ગુજરાત ભાજપા તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત સમગ્ર ગુજરાત સરકારને યુનિફોર્મ સિવિલ કોડના ઐતિહાસિક નિર્ણય બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code