Site icon Revoi.in

સુરતમાં સગીરાના અપહરણના આરોપી ન પકડાતા પાટિદાર સમાજનો પોલીસ સ્ટેશનને ઘેરાવ

Social Share

સુરત, 2 જાન્યુઆરી 2026: Patidar community surrounds police station as accused of minor’s kidnapping not caught in Surat  શહેરમાં 35 દિવસ પહેલા પાટીદાર સમાજની 17 વર્ષીય દીકરીના અપહરણ થયાની ફરિયાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. પણ દીકરીના અપહરણને 35 દિવસ થયા છતાંયે પોલીસ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી  કરવામાં ન આવતાં પાટીદાર સેવા સંઘ દ્વારા તિરુપતિ સોસાયટીની વાડી ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગ પૂર્ણ થયા બાદ ભેગા થયેલા પાટીદાર સમાજના લોકોએ સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. સરથાણા પેલીસ સ્ટેશનના પીઆઈએ પાટિદાર સમાજના આગેવાનોને સમજાવવાના પ્રયાસ કર્યો હતો અને કહ્યુ હતું કે, આરોપી ખૂબ જ સાતિર હોવાથી પકડમાં આવતો નથી.

.આ બનાવની વિગત એવી છે કે,  સરથાણા વિસ્તારમાં પાટિદાર સમાજની 17 વર્ષિય દીકરીનું અપહરણ થયાની ફરિયાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં 35 દિવસ પહેલા નોંધવામાં આવી હતી. ગુમ થયેલી દીકરીનાં માતા-પિતા ગામડે રહે છે અને સુરતમાં તે પોતાના કાકા સાથે રહેતી હતી. દીકરીના અપહરના 35 દિવસ બાદ પણ પોલીસ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન કરાતા અપહરણ કરાયેલી દીકરીના ભાઈએ પાટિદાર સમાજની મદદ માગી હતી. આથી પાટીદાર સેવા સંઘ દ્વારા તિરુપતિ સોસાયટીની વાડી ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગ પૂર્ણ થયા બાદ ભેગા થયેલા પાટીદાર સમાજના લોકોએ સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. સમાજ દ્વારા દીકરીને વહેલી તકે શોધી લાવવા માટે ગૃહ વિભાગમાં રજૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ આરોપીને ઝડપથી પકડી તેના સામે વિશેષ ગુનો દાખલ કરવાની માગ ઊઠી છે.

સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે, આરોપીનો ફોન પાંચ દિવસ સુધી ચાલુ હતો અને તેનું લોકેશન પણ ઉપલબ્ધ હતું, તેમ છતાં પોલીસે ગફલત દાખવી, જેના કારણે કોઈ પરિણામ મળ્યું નથી. આ મામલે જવાબદાર પોલીસ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માગ કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્રના એક ગામડામાં રહેતા દીકરીના પરિવારને આર્થિક સહાય માટે સમાજ દ્વારા બાંયધરી આપવામાં આવી છે. મિટિંગમાં હાજર રહેલા તમામ લોકો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચી જવાબ માંગ્યા હતા. મોટી સંખ્યામાં લોકો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચતા પીઆઇ બી. બી. કરપડા દોડી આવ્યા હતા, જેને પણ ઘેરી લેવામાં આવ્યા હતા. ચારે તરફથી સવાલોનો મારો શરૂ કરવામાં આવ્યો હતો. પીઆઇએ પણ એક જ રટણ ચાલુ રાખ્યું હતું કે, આ મારી ટીમ શોધખોળ કરી રહી છે. જોકે આરોપી ખૂબ જ સાતિર હોવાથી પકડમાં ન આવતો હોવાની પણ પીઆઇ કરપડાએ કબુલાત કરી હતી.

Exit mobile version