Site icon Revoi.in

ફાગણી પૂનમે ડાકોર જતા પદયાત્રી સંઘો DJ કે લાઉડ સ્પીકર વગાડી નહીં શકે

Social Share

અમદાવાદ, 23 ફેબ્રુઆરી 2026:  ફાગણી પૂનમને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. મોટી સંખ્યામાં પદયાત્રિકો ડોકારમાં ઠાકોરજીના દર્શન માટે જતા હોય છે. ત્યારે પદયાત્રાને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પદયાત્રી માર્ગ ઉપર કોઈપણ વ્યક્તિ ડીજે અથવા લાઉડ સ્પીકર નહીં વગાડી શકે.તેમજ પદયાત્રી રૂટ ઉપર સ્ટેજ કે મંચ બનાવીને કોઈપણ સંસ્થા કે ટ્રસ્ટ લાઉડ સ્પીકર મૂકી પ્રોગ્રામ નહીં કરી શકે.પદયાત્રી સંઘો પણ ડિજે કે લાઉડ સ્પીકર વગાડી શકશે નહીં, પદયાત્રીઓની સલામતી,સુવિધા અને પર્યાવરણની જાળવણી સાથે સરકારની ગાઈડલાઈનના પાલન માટે જીલ્લા વહીવટી તંત્ર અને ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

ડાકોર ટેમ્પલ કમિટીના ચેરમેન પરિન્દુ ભગતે જણાવ્યું હતું કે,  ફાગણી પૂનમે ડાકોરના ઠાકોરજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. અને મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવતા હોય છે. ડાકોર ખાતે યોજાનાર ફાગણી પૂનમના મેળા દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાય અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે જીલ્લા વહીવટી તંત્ર તેમજ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા વિવિધ નિર્ણયો કરવામાં આવ્યા છે.જેમાં પદયાત્રી માર્ગ ઉપર કોઈપણ વ્યક્તિ ડીજે અથવા લાઉડ સ્પીકર નહીં વગાડી શકે.તેમજ પદયાત્રી રૂટ ઉપર સ્ટેજ કે મંચ બનાવીને પણ કોઈપણ સંસ્થા કે ટ્રસ્ટ લાઉડ સ્પીકર મૂકી પ્રોગ્રામ નહીં કરી શકે. પદયાત્રીઓની સલામતી,સુવિધા અને પર્યાવરણની જાળવણી સાથે સરકારની ગાઈડલાઈનના પાલન માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

ફાગણી પૂનમે 3 માર્ચના રોજ વહેલી સવારે બે વાગે મંગળા આરતી થશે.પૂનમના દિવસે જ ચંદ્રગ્રહણ હોવાથી બપોરે બે વાગે મંદિરના દ્વાર બંધ થઈ જશે.જે બાદ ભક્તો દર્શન કરી શકશે નહી.બીજે દિવસે સવારે નિત્યક્રમ મુજબ મંદિરના દ્વારા ખુલશે.

 યાત્રાધામ ડાકોર ખાતે આગામી 1 થી 3 માર્ચ દરમિયાન ફાગણી પૂનમનો મેળો યોજાશે. ફાગણી પૂનમના મેળાને લઈ લાખો ભાવિકો ડાકોર ઉમટવાના છે. જેને લઈ શાંતિપૂર્ણ માહોલમાં મેળો યોજાય તેમજ વ્યવસ્થા જળવાય તે માટે જીલ્લા વહીવટી તંત્ર તેમજ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા બેઠકો યોજી વિવિધ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ડાકોર ગોમતી તળાવની ફરતે લોકોની અવરજવર સંપૂર્ણ બંધ કરવામાં આવશે. (File photo)

Exit mobile version