Site icon Revoi.in

અમદાવાદમાં ધનતેરસથી ત્રણ દિવસ લોકો એએમટીએસ બસમાં મફત મુસાફરી કરી શકશે

Social Share

અમદાવાદઃ શહેરમાં એએમટીએસ બસોમાં શહેરીજનોને ત્રણ દિવસ મફત મુસાફરીની દિવાળીની ભેટ આપવામાં આવી છે. એએમટીએસ બસોમાં ધનતેરસ, કાળી ચૌદશ, અને દિવાળીના દિવસે લોકો મફત મુસાફરી કરી શકશે. શહેરીજનો એએમટીએસની બસમાં ગમે ત્યાં મફત મુસાફરી કરી શકશે. દિવાળીના પર્વ પહેલા અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત એએમટીએસના સત્તાધિશોએ  મોટી જાહેરાત કરી છે.

દિવાળીના તહેવાર પહેલા અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને  લોકોને દિવાળીની ભેટ આપી છે.  અમદાવાદ શહેરમાં ચાલતી સિટી બસ સેવા એએમટીએસની બસોમાં  લોકો ત્રણ દિવસ ફ્રી મુસાફરી કરી શકશે. શહેરમાં દરેક વિસ્તારોમાં એએમટીએસની બસો ઉપલબ્ધ છે. એટલુંજ નહી, પણ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો સુધી પણ એએમટીએસ બસો શરૂ કરવામાં આવી છે. ત્યારે દિવાળીના તહેવારોમાં લોકોને મફત મુસાફરીનો લાભ મળશે.

એએમટીએસના સૂત્રોએ જણાવ્યા મુજબ  શહેરના લોકો ધનતેરસ તા. 18 ઓક્ટોબર, કાળી ચૌદસ તા. 19 ઓક્ટોબર અને દિવાળી તા 20 ઓક્ટોબર એમ ત્રણ દિવસ એએમટીએસમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. સ્વદેશી ઝુંબેશ હેઠળ ખરીદીને પ્રોત્સાહન આપવા માટે તંત્રએ આ નિર્ણય લીધો છે. એટલે કે આ ત્રણ દિવસ દરમિયાન જે લોકો મુસાફરી માટે AMTS સુવિધાનો લાભ લેશે તેણે કોઈ પૈસા આપવા પડશે નહીં.

Exit mobile version