
અમદાવાદ અને સુરતમાં સવારથી વેક્સિનેશન માટે લોકોએ લાઈનો લગાવી
અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કોરોનાના ત્રીજા વેવની સંભાવના બોવાથી હવે લોકોમાં વેક્સિન લેવા માટે સ્વયં જાગૃતી જોવા મળી રહી છે. જેમાં અમદાવાદ અને સુરતમાં તો આજે સોમવારે સવારથી જ વેક્સિન કેન્દ્રો પર લોકોની ભીજ જોવા મળી હતી.રાજ્ય સરકાર દ્વારા વેક્સીન ફાળવણી કારણે તમામ કોરોના વેક્સીનેશન કેન્દ્ર રવિવારે વેક્સીનેશન બંધ હતા. શહેરમાં રસીકરણ અભિયાન ઝડપથી ચાલી રહ્યું હતું પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોરોના વેક્સીન ની ફાળવણી ન થતાં વેક્સીનેશન અભિયાન પર બ્રેક લાગી ગઇ હતી.
હવે દર બુધવારે મમતા દિવસ અને રવિવારે રજાના કારણે તમામ રસીકરણ કેન્દ્ર બંધ રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.
અમદાવાદ અને સુરત ના રસીકરણ કેન્દ્રો પર સોમવારે સવારથી જ લોકોની ભીડ જામી હતી. સોમવારે વહેલી સવારથી જ લોકો રસી લેવા માટે ઉમટી પડ્યા હતા. લોકો વેક્સીન લેવા માટે સવારે ચાર વાગ્યાથી લાઇનો લગાવીને ઉભા હતા. રસીનો નજીવો ડોઝ કેન્દ્ર પર આવતો હોવાથી ઘણા લોકોએ નિરાશ થઇને ઘરે પરત ફરવું પડ્યું હતું. વિશ્વના અનેક દેશોમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થતાં રસી લેવા લોકોની ભીડ ઉમટી રહી છે.
રસીકરણ કેન્દ્ર પર 100થી 150 ડોઝનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા સપ્તાહમાં બે દિવસ એટલે કે રવિવારે અને બુધવાર સિવાય પાંચ દિવસ જ તમામ રસીકરણ કેંદ્રો પર વેક્સીનેશનની અનુમતિ આપી છે. કોવેક્સીન કંપનીનો બીજો ડોઝ 28 દિવસ બાદ આપવામાં આવે છે જ્યારે કોવિશીલ્ડ કંપનીનો બીજો ડોઝ 84 દિવસ બાદ આપવામાં આવે છે. 1 મેના રોજ 18 થી 44 ઉંમરવાળા યુવાનોને રજિસ્ટ્રેશન કરીને કોરોના વેક્સીન લગાવવાનું શરૂ કર્યું હતું.