
ઘી હેલ્ધી હોવા છત્તાં કેટલીક બીમારી ઘરાવતા લોકોએ તેનું સેવન કરવું ટાળવું જોઈએ – જાણો કોણે ન કરવું ઘીનું સેવન
એક રીતે જોવા જઈએ ઘી તેના અસંખ્ય ફાયદાઓ માટે જાણીતું છે. વાળના સ્વાસ્થ્યથી લઈને અનેક રોગોમાં પમ રાહ આચ છે. જો કે આ સુપરફૂડ ઘણા લોકો માટે નુકસાનકારક હોઈ શકે છે. આયુર્વેદ અનુસાર ઘી એ સ્વાસ્થ્યપ્રદ દૈનિક ખોરાકમાંનો એક છે, પરંતુ લોકપ્રિય માન્યતાની વિરુદ્ધ, તે દરેક માટે આરોગ્યપ્રદ નથી. અહીં ઘી ખાવાના ગેરફાયદા વિશે કેટલીક વાત જાણીશું
ઘી થી કફ વધે છે
આયુર્વેદ અનુસાર ઘી કફ વધારનાર છે. તેથી, ઉધરસ અને શરદી સાથે સંકળાયેલા તાવ દરમિયાન તેનું સેવન કરવું સારું માનવામાં આવતું નથી.
અપચો હોય તેવી સગર્ભા સ્ત્રીએ ન ખાવું જોઈએ ઘી
સગર્ભા સ્ત્રીઓ સામાન્ય રીતે ફૂલેલા પેટ અને અપચોથી પીડાય છે. તેથી, સગર્ભા સ્ત્રીઓને સલાહ આપવામાં આવે છે કે જો તેઓને શરદી હોય અથવા પેટ ખરાબ હોય તો તેઓ ઘીનું સેવન મર્યાદિત કરે.
લીવરની સમસ્યા વાળા માટે ઘી નુકશાન કારક
લીવર અને બરોળના તમામ રોગોમાં ઘીને ન ખાવું જોઈએ. જો તમને લીવરની કોઈ બીમારી છે તો ઘી ને તમારા ડાયટ લિસ્ટમાંથી બાકાત રાખવું જોઈએ.
ઘી પાંચનમાં ભારે ગણાય છે
ઘી પચવામાં ભારે હોય છે, તેથી કેટલાક લોકો માટે ઘી રેચક તરીકે કામ કરી શકે છે. તે અપચોથી પીડાતા લોકો માટે વિપરીત એસર શકે છે. જો તમે અપચો અને પેટની સમસ્યાથી પરેશાન છો તો ઘીનું વધારે સેવન ન કરો.