મથુરાની શાહી ઈદગાહને કૃષ્ણ જન્મભૂમિ ઘોષિત કરવાની માગણી કરતી PIL નામંજૂર, જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે?
મથુરા : સુપ્રીમ કોર્ટે મથુરાની શાહી ઈદગાહ મસ્જિદના પુરાતત્વ સર્વેક્ષણ અને સાઈટને શ્રી કૃષ્ણ જન્મભૂમિ ઘોષિત કરવાની માગણીવાળી અરજીને નામંજૂર કરી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યુ છે કે આ કેસ પહેલેથી જ કોર્ટમાં પેન્ડિંગ છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે કહ્યુ છે કે મામલાને લઈને કેસ અલ્હાબાદ હાઈકોર્ટમાં વિલંબિ છે. ખંડપીઠે કહ્યુ છે કે કેસની અધિકતા હોવી જોઈએ નહીં. તમે આને જનહિત અરજી તરીકે દાખલ કરી, માટે તેને નામંજૂર કરીએ છીએ. તેને અન્ય રીતે ફાઈલ કરો, તો કોર્ટ તેના પર વિચારણા કરશે.
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યુ છે કે આમા આપવામાં આવલા તથ્યાત્મક વિવાદીત સવાલોને ધ્યાનમાં રાખીને આ મામલામાં અદાલતનો હસ્તક્ષેપ યોગ્ય જ હશે. અરજદાર તરફથી રજૂ થનારા વકીલે કહ્યુ કે જનહિત અરજીને ગત ઓક્ટોબરમાં અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી દીધી હતી. તેમણે કહ્યુ કે મામલાની યોગ્યતા પર વિચારણા કર્યા વગર જ જનહિત અરજી પર સુનાવણીથી ઈન્કાર કરી દેવામાં આવ્યો હતો. અરજદાર મહક માહેશ્વરીનું પ્રતિનિધિત્વ કરનારા વકીલે કહ્યુ છે કે જનહિત અરજી 1991ના પૂજા સ્થાન અધિનિયમની કાયદેસરતાને પણ પડકારે છે. આ કાયદા પ્રમામે, 15 ઓગસ્ટ, 1947થી પહેલા અસ્તિત્વમાં આવેલા કોઈપણ ધર્મના પૂજા સ્થાનને અન્ય ધર્મના પૂજા સ્થાનમાં બદલી શકાય નહીં. જો કોઈ આવું કરવાની કોશિશ કરે છે, તો તેને 1થી 3 વર્ષ સધીની જેલની સજા અને દંડ થઈ શકે છે.
માહેશ્વરીની અરજીમાં દલીલ કરાય હતી કે અલગ-અલગ ગ્રંથોમાં જે સ્થાનને શ્રીકૃષ્ણ જન્મભૂમિ ગણાવાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તે પ્રોપર મસ્જિદ ન હતી, કારણ કે ઈસ્લામી ન્યાયશાસ્ત્ર બળજબરીથી કબજે કરાયેલી જમીન પર મસ્જિદને પવિત્ર માનતું નથી. જ્યારે હિંદુ ન્યાયશાસ્ત્ર મંદિરનું સમ્માન કરે છે, પછી ભલે તે ખંડેર કેમ ન હોય. માહેશ્વરીએ કહ્યુ છે કે મસ્જિદ ઈસ્લામનો જરૂરી હિસ્સો નથી. માટે શાહી ઈદગાહ મસ્જિદને ધ્વસ્ત કરવી જોઈએ અને તે જમીન હિંદુઓને સોંપવામાં આવે. તેમણે કહ્યુ છે કે આ જમીન પર મંદિર નિર્માણ માટે કૃષ્ણ જન્મભૂમિ જન્મસ્થાન માટે યોગ્ય ટ્રસ્ટનું ગઠન કરવું જોઈએ.
બીજી તરફ એક મસ્જિદ સમિતિએ અલ્હાબદ હાઈકોર્ટના તાજેતરના આદેશને પડકારતા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. હાઈકોર્ટે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિર સાથેની શાહી ઈદગાહને કોર્ટના નિરીક્ષણમાં સર્વેક્ષણ કરવાની મંજૂરી આપી હતી. હાઈકોર્ટે ગત વર્ષ 14 ડિસેમ્બરે મસ્જિદ પરિસરના સર્વેક્ષણના મોનિટરિંગ માટે એડવોકેટ કમિશનરની નિયુક્તિ પર સંમતિ વ્યક્ત કરી હતી. આ મામલામાં હિંદુ પક્ષનો દાવો છે કે એવા સંકેત છે કે જેનાથી ખબર પડે છ કે એક સમય આ એક હિંદુ મંદિર હતું.