HomeગુજરાતીREVOઈમેગેઝિનઆજની વનસ્પતિઃ વર્ષાવૃક્ષ – રેઈન-ટ્રી – સામાનેઈ સામાન

આજની વનસ્પતિઃ વર્ષાવૃક્ષ – રેઈન-ટ્રી – સામાનેઈ સામાન

આજની વનસ્પતિઃ વર્ષાવૃક્ષ – રેઈન-ટ્રી – સામાનેઈ સામાન

કૂળ – વટાણા – ફેબેસી, લેગ્યુમિનોસી

સંકલનકર્તા – વૈદ્ય પારુલ જોષી

અંગ્રેજીમાં રેઈનટ્રી, પુકુલ લિમા, કાઉટેમેરિન્ડ, હુજાન હુજાન, મન્કીપોડ, જાયન્ટ થીબેટ, ઈન્ગા સામાન, કાઉ ટેમેરીન્ડ, ઈસ્ટ ઈન્ડીયન વોલનટ, સોર, સૌર, અલ્બિઝિઅ સામાન, કાલ્લિઆન્ડ્રા સામાન, એન્ટેરોલોબીયમ સામાન, એકેશિયા પ્રેટા, એકેશિયા પ્રોપિન્ક્વા, મિમોસા સામાન, ફૈઇલ્લીઆ સામાન કુન્તઝે, ઇન્ગા સામાન વીલ્લડ, મિમોસા સામાન જેક., પિથેસેલ્લોબીયમ સામાન બેન્થ, ઝાગીઅ સામાન એ. લાયોન્સ વગેરે નામો છે.

કૂળ – મેનીસ્પર્મેસિ – લજ્જાલુ (અન્ય મતે)
હિન્દીમાં ગુલાબી શિરીષ, વિલાયતી શિરીષ
બંગાળીમાં બીલીટી સિરિસ
કન્નડમાં માલેમારા
તમિલમાં અમૈવાગાઇ, થૂનગુમૂન્જિ મારામ – ઉંઘરાટીયું ઝાડ
તેલુગુમાં નિદ્રા ગાન્નેરુ
મડાગાસ્કારમાં બોનારા, કિલય વાઝાહા, માડિરોમાનય, મામપિહે, મામપોહેહય
ગ્રેનેડામાં કોકો ટેમેરીન્ડ
ગ્યુઆનામાં ફ્રેન્ચ ટેમેરીન્ડ, ટ્રીનીદાદમાં સમાનટ્રી
ફીલીપીન્સમાં એકેશિયા કહે છે એટલે બાવળ, જે તે નથી.
દક્ષિણપૂર્વિ એશિયાનાં લાઓસમાં ટોન સામ સા નિ
ફિલિપ્પિનેસમાં અકાસ્યા, પાલો દ ચાઈના
ઇન્ડોનેસિઆમાં મેહ, ટ્રેમ્બેસિ
મલાયેસિઆ અને સિંગાપોરેમાં પુકુલ લિમા – પાંચ વાગ્યાનું ઝાડ
થાઈલેન્ડમાં કામ્પુ, ચામચા, ચામચુરી ડૈન્ગ, ચામચુરી યાક – ચામચુરી થાઈ નામ છે, યાક – યક્ષ, રાક્ષસ જેવું – મોટા પહોળા કદ માટે છે.
મ્યાનમ્યારમાં કોક્કો, વિયેટનામમાં કોંગ, મયોંગ ટિમ અથવા કાય મુરા કહે છે.
સિંહાલીમાં મારા
મૂળ અંગ્રેજ નામ સામાન, ઉત્તર વેનેઝુએલાનાં ઝામાન્ગ – મીમોસોઈડે – સામાનેઈ ઉપરથી છે. ઈન્સ્થાડોનેશિયા અને મલયેશિયાઈ ભાષાઓમાં વૃક્ષની નીચે પુષ્કોળ ઘાસ ઉગવાને લીધે – નિક કી હુજાન – પોકોક હુજાન – રેઈનટ્રી છે.
કેરેબીયન દ્વીપસમૂહમાં માર્સાવે
કુબામાં અલગાર્રોબો
હૈટીમાં ગૌંનેગૌલે
જામૈકામાં ગૌંગો, ગુઆન્ગો, ફ્રેંચભાષી ટાપુઓમાં ગૌઅન્નેગૌલ, સામાન
લેટિન અમેરિકામાં સામાંન, સેનીઝારો, સેનિસેરો, જેનિઝારો, કાર્રેટો, કાર્રેટો નેગ્રો, ડેલમોન્ટે, ડોર્મીલોન, ગૌન્નેગૌલ, અલગાર્રોબો ડેલ પૈસ, અલગાર્રોબો, કામ્પાનો, કારાબેલી, કૌજી, લારા, યુરેરો
સ્પેનીશમાં ઝાર્ઝા
પોર્ટુગીઝમાં ચોરોના
પેસિફિક ટાપુઓમાં ઉત્તરીય મારીયાન્સમાં ફિલિંગાંગા, ગૌમમાં ટ્રોંગકોન-મામીસ
યાપ ભાષામાં ગુમોર્નિ
ટોંગામાં કાસિઅકુલા, મોહેમોહે.
ન્યુ ગ્યુનિઆમાં મારમાર
હવાઈમાં ઓહાઈ
સામૌમાં તામાલિનિ, તામાલિગિ
યુરોપમાં તે નથી ઉગી શકતું છતાં ફ્રેંચમાં આર્બ્રે અ પ્લુઈ, સ્પેનમાં આર્બોલ દ લ્લુવિઆ, જર્મનમાં રેગેનબૌમ નામો છે.

ફીજીમાં વૈવૈ ની વાવાલાન્ગી, વૈવૈ મોસે, સીરસા, આમાં વૈવૈ એટવે જલીય, વરસાદ સૂચક, વાવાલાન્ગી એટલે વિદેશી. ફીજીનાં વાનૌ લેવુ ભાગમાં વૈવૈ લેબ્બેક, તેની સુકી ફળીમાં રહેલાં બીયાં પવનમાં હાલવાથી આવતા આવાજને સૂચવે છે. મોસેમોસે – ઉંઘરાટીયું, ઉંઘણશી – લટકતા, બીડાયેલા પાનને લીધે.

સિંગાપોરમાં 35 વૃક્ષોને હેરિટેજ ટ્રિ ઈન સિંગાપોરનો દરજ્જો આપી, હેરિટેજ ટ્રિ રજિસ્ટર જાળવવામાં આવે છે. એલેક્ઝેન્ડર વોન હુમબોલ્ડને 1799થી 1804માં અમેરિકા પ્રવાસ દરમ્યાન મારાક્વેમાં રાક્ષસકદ સામાનવૃક્ષ જોયું – છત્રનો ઘેરાવો 576 ફૂટ, વ્યાસ 190 ફૂટ, થડનો વ્યાસ 12 ફૂટ, ઊંચાઈ 60 ફૂટ હતી, પરાગરજની બ્રેસ્ટ હાઈટ (ચિત્ર) 119 માઈક્રોન છે. હુમબોલ્ડ પ્રમાણે તે વેનેઝુએલા સામ્રાજ્યકાળમાં કેનેરી ટાપુઓનાં ડ્રેગનટ્રી – ડ્રેકૈના ડ્રેકોનું સમકાલીન 500 વર્ષ જૂનું વૃક્ષ છે. વેનેઝુએલામાં બ્તેરુન્નેન કેસેલનાં ગ્રીન હાઉસીઝનાં બ્રહ્મપુત્ર રેઈન ટ્રી – સામાન દ ગૈએરેને ડ્રેગનટ્રી જેમ રાષ્ટ્રીય ખજાનો કહે છે.

વેનેઝુએલાનાં રાજકીય આગેવાન અને લશ્કરનાં જનરલ સિમોન બોલીવર (1783 થી 1830) લેટિન અમેરિકાનાં 5 દેશો – વેનેઝુએલા, કોલોમ્બિઆ, પેરુ, ઈક્વાડોર, બોલિવિયાને સ્પેનની રાજાશાહીથી મુક્તિ અપાવી. તેમના સૈન્યનો પડાવ મધ્ય વેનેઝુએલાનાં મારાકાયમાં એક મોટા આલ્બિઝિય સામાન વૃક્ષની નીચે કરેલો, ત્યારથી તે સામાન દ ગ્યેર્રા – યુદ્ધનું સામાન કહેવાયું.

ક્મ્બોડિયામાં ચાન્કીરી ખમેર રૌગેનાં શાસનમાં રાજદ્રોહનાં ગુના સબબ માતા પિતા સાથે બાળકોને કીલર બગીચામાં આ વૃક્ષ પર પછાડીને મારી નાંખવામાં આવેલા- જે કમ્બોડીયન હત્યાકાંડ કહેવાય છે.

તેનાં દ્વિલિંગી પુષ્પો વર્ષમાં બે કે વધારે વાર આવે છે. પુષ્પો ખરે એટલે પુષ્પવર્ષાનું સુંદર ચિત્ર ઊભું થાય. ગમે તેવા પવનમાં વૃક્ષ સ્વભાવથી ચારે બાજુ એકસરખું વધે છે. એકથી વધારે ઝાડ પાસે પાસે ઉગ્યાં હોય, તો છત્રાકાર દેખાવ કરે છે. પણ તેની ડાળીઓનો વિકાસ થતો નથી.

સામાનનાં ફળ લોમેટ પ્રકારની શિમ્બીરૂપમાં છે. સીધી ઉગતી ફળીની કિનારો જાડી છે. બીજની આજુબાજુ મીઠી સુગંધ ધરાવતો કથ્થઈ-કાળો માવો છે. ફળી સૂકાતાં બીજનો માવો (ચિત્ર) સૂકાય ત્યારે તે આડી ફાટે અને કાળા બીજ વિખેરાય છે. આજે પ્લૈસ્ટોસેને પ્રાણીઓ નથી પણ દૂધાળા ઢોર ફળી ખાઈ, બીજને ફેલાવે છે. બીજ ચાવવાથી ગળાની ખરાશ દૂર થાય છે. ભીના બીજને મજબૂતાઈથી ગોળા વાળી, તડકે સુકવી દક્ષિણ ભારતમાં બાળકોને ક્રિકેટનાં મોંઘા દડાની અવેજીમાં રમવા માટે અપાય છે. બીને સૂકવી તેમાંથી ગળાનાં હાર, બીજા સુશોભનો બનાવાય છે. ફળીના કોચલા, ફોફીને બાયોફ્યુઅલ તરીકે વાપરે છે.

તીડની પ્રજાતિનો કીડો સીકાડાસ આ વૃક્ષનાં પાનને ખાય એટલે તેમાંથી ઓસ જેવો સ્રાવ સતત થાય જે બીજા પાન પર જામે – તે ગળ્યા હોય છે.
કોફી, ચા, જાયફળ, વેનિલાનાં ખેતરોમાં તેને છાંયા. તેનાં બીજ જમીન પર પડવાથી નાઈટ્રોજન મળે તે માટે ઈન્ડોનેશિયામાં તેને રસ્તા ઉપર, જાહેર બગીચાઓમાં વવાય છે.

અપોષણની સ્થિતિમાં ડાળીઓને ફૂગનો ચેપ લાગતાં સૂકાઈને પડે છે. તેનાં ફૂલો અને પાન સતત પડવાથી ઊભા થતા કચરા અંગે વિચારવું જોઈએ.

આજે વૃક્ષને કારબોન સેક્વેસ્ટ્રેશન – કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક પદાર્થોને શોષી તેને જમીન, વૃક્ષ કે સમુદ્રમાં સુરક્ષિત રીતે સંગ્રહ કરવા માટે ઉગાડાય છે. બોગોર ખેતી સંશોધન સંસ્થા, ઈન્ડોનેશિયા પ્રમાણે 15 મીટર છત્રનો વ્યાસ ધરાવતું વૃક્ષ વાર્ષિક 28.5 ટન કાર્બનડાયોક્સાઈડ શોષે છે. ભારત પાસે પોતાનાં, નિવડેલા ઉપકારક વૃક્ષોની ફૌજ હોઈ, અજાણ્યાને આપણી ધરતી પર સ્થાન નહિં આપીએ.

સિંગાપોરમાં ઓછું પાણી મળવાથી વૃક્ષોને ફોમોપ્સિસ ફંગસનો ચેપ લાગતાં ડાળીઓ સૂકાઈ ખર્યાનાં દાખલા છે.
ફ્રેંચો બ્રાઝિલથી 1920માં રબર ટ્રી સાથે કામ્બોડિઆમાં લાવ્યા પછી પુષ્કોળ વાવેતર કરાયું, તેને અમ્પિલ બારાન્ગ – પશ્ચિમિ આમલી કહે છે. દુકાળમાં કુમળા પાન ખમેર – સલાડની જેમ ખાધા છે. તેનાં ફૂલનાં ચામરી – અંગ્રેજીમાં યાકના લાંબા વાળ જેવા દેખાવને લીધે ચામરી કહે છે.

વૃક્ષ ડાળી, બી, મૂળનાં ટુકડામાંથી સરળતાથી અને ઝડપથી વધી ફૂલ, ફળ, બીનો પાક આપે છે. એક જ વૃક્ષનાં બીમાંથી જુદા રંગનાં ફૂલ આપનારા વૃક્ષોનું નર્સરીવાળા જણાવે છે.

મધ્ય અને દક્ષિણ અમેરિકામાં મેક્નુંસિકોથી પેરુ, બ્રાઝીલ સુધીનાં પટાનું રહેવાસીને દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયા, હવાઈ સહિતનાં પેસીફીક ટાપુઓમાં તેના જાતિ ભાઈઓ લેબ્બેક અને પિન્કસીરીસ સાથે લાવી રોપવામાં આવેલા છે. સ્થાનિકો તેને ભારતીય શિરીષ – સરસડો સમજે છે જે તે નથી. તે એક મોટું, પહોળું, ઘટાટોપ છત્રી આકારમાં 30 મીટરથી પણ વધારે ફેલાતું પુષ્કોળ પુષ્પ, ફળ, બી અને છાંયો આપતું વૃક્ષ છે. તે 25 મીટર સુધી ઊંચું ક્રમશઃ વધે છે. તેને સીધો તડકો, અને માપસર પાણી ગમે છે. પુષ્પો પીંછી જેવા ગુલાબી અને સફેદ રંગના હોય છે. પાન બાઈપીનાટ સંયુક્ત જેમને સૂર્યાસ્ત પછી કે અંધારામાં, વરસાદ દરમ્યાન, બીડાઈ જવાનો સ્વભાવ છે જેને લીધે તેને સ્લીપીંગ ટ્રી, ફાઈવ ઓક્લોક ટ્રી કહે છે. તે વર્તણને નિક્ટીનાસ્ટી કહે છે. વરસાદ દરમ્યાન, બીડાઈ જવાનો સ્વભાવને લીધે વરસાદી જલ પાન પરથી લપસી સીધું જમીન પર આવવાને લીધે તેને રેઇનટ્રી કહે છે. એટલે વરસાદમાં રક્ષા આપવાનું કામ જે દરેક વૃક્ષનું હોય છે તે તો આ નથી કરતું ઉપરથી તેની મોટી ડાળીઓ બટકણી હોઈ, વરસાદ કે વાવાઝોડામાં તે ટૂટીને નીચે કે આસપાસ રહેલાનાં મૃત્યુનું કારણ બન્યાનાં દાખલા છે.

તેનાં એકાંતરે લાગેલા સંયુક્ત પાનમાં 6થી 16 પાંદડીઓ હોય છે. દરેક પાંદડી 2થી 4 સે.મી. લાંબી 1 થી 2 સે.મી. પહોળી બહારની તરફ વળેલી, ઉપરનું પડ ઝંખવાયેલું અને પાનની નીચેની સપાટી રુંછાદાર હોય છે. પાન સૂકાય એટલે ટામેટારંગનાં દેખાય છે. સૂકા દુકાળમાં વૃક્ષ પાન ખેરવી નાંખે છે. બેઠા પાણીવાળી જગ્યા એ આ વૃક્ષ સદા લીલું જળવાઈ રહે છે. વર્ષાવન, પથરાળ, રેતાળ, સમતળ બધી જમીનો તેને માફક છે. તેનું થડ 4.5 મીટર વ્યાસનું ઉંમર વધવા સાથે કથ્થઈ જાડી બહારની ચામડીમાં ચીરા પડી લીરાનાં રૂપમાં નીકળે છે.

મૂળ જમીની, એક, સીધું, લાકડા જેવું હોય છે. ફળનાં માવામાંથી પીણાં બનાવાય છે જેમનો સ્વાદ લીંબુ જેવો છે. માવો ગેસોલિનમાં ઉમેરવામાં વપરાય છે. તાજા પાન અને અંતરછાલનો ઉકાળો ચાની જેમ પીવાથી ઝાડા મટે છે. એવો દાવો છે કે તે દરેક પ્રકારનાં ટી.બી. કારક બેક્ટેરિયાની શક્તિ હણી લે છે. મધ્ય અમેરિકાથી તેને શ્રીલંકા લવાયુ જ્યાંથી કિંમતિ મજબૂત લાકડામાં લચિલાપણું હોઈ ઘર માટે ફર્નિચર બનાવવા તેનાં ન સંકોચાવાનાં સ્વભાવને લીધે રેલવેમાં, તેનો કોતરણી કરી કલાકૃતિ બનાવવામાં સરળ છે. તેની હવાઈ ટાપુઓમાં બનતી ટીકી, લાકડાની કોતરણી, ફર્નિચર, હોડીઓ, ઉચ્ચગુણવત્તાવાળુ બળતણ અને કોલસા તથા કાગળ બનાવવામાં વપરાય છે. વૃક્ષ લાખનાં કીડા – કેર્રિયા લાક્કા, લાસ્સિફર લાક્કાથી સરળતાથી સંક્રમિત થાય છે. થડનો માવો ખાઈ કીડો જે રસ કાઢે તે સૂકાતા લાલાશ પડતો નબળી ગુણવત્તાનો બરડ લાખ મોટા પાયે બનાવે છે. તેને એકત્રિત કરી લાખનાં પાત્ર કે ફર્નિચરનું પોલિશ કરવામાં વપરાય છે. થાઈલેન્ડમાં વિશેષ પ્રક્રિયા દ્વારા તેમાંથી ગુંદર મેળવાય છે જે બાવળ કરતા નબળો છે. તેનાં ગુલાબી પુષ્પોને 12થી 25 સફેદ અને લાલ પુંકેસરો હોય છે. એકસાથે હજારો ફૂલો અને તેમનાં પુંકેસરોને લીધે આખું ઝાડ તેમનાથી છવાઈ જાય છે. પુષ્પોને કાળી કાર્પેન્ટર માખી ફળાવે છે. તેનાં ફળ એકલ, જલપૂર્ણ, માંસલ, ગળ્યા, ભાવે તેવા સ્વાદનાં હોઈ ખિસકોલી, ઘોડા, દુધાળા ઢોરોને બહુ ભાવે છે.

નોંધ – અત્રે આપેલી માહિતી વૈજ્ઞાનિક સંકલન, વૃક્ષોની ઓળખ અને કદાચ કોઈ નુકસાનકારક હોય તો તેને ઓળખી સમાજને હાનિથી બચાવવા માટે છે.
કોઈએ સ્વતઃ ઔષધ લેવી નહિ.

રિવોઈમાં પ્રકાશિત થતા લેખો તેમજ સમાચારો અંગે તમારો અભિપ્રાય અચૂક આપો >>> [email protected]

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular