અંગ્રેજીમાં તેનાં બીજા નામો, મલબાર ચેસ્ટનટ, ફ્રેંચ પીનટ, ગુઆના ચેસ્ટનટ, પ્રોવિઝન ટ્રી, સબા નટ છે.
બ્રાઝિલમાં મોન્ગુબા
ગુઆના બોલીમાંથી લીધેલો શબ્દ પાચીરા એક્વાટીકાનો અર્થ જલજ થાય
ગ્યાટેમાલામાં તેને પુમ્પો કહે છે.
કોસ્ટારીકામાં જેલિન્જોચે
તે મની ટ્રી, મનીપ્લાન્ટ નામે વેચાય છે.
તેની દંતકથા છે – કે ગરીબીથી પીડાતા એક વ્યક્તિએ ઈશ્વરને પ્રાર્થના કરી અને બીજે દિવસે પોતાના ઘર પાસે આ છોડને જોઈ, તેને ઈશ્વરની કૃપા ગણી, તેનાં બીજમાંથી છોડ ઉગાડી, તેમને વેચી, પૈસા ભેગા કરી શક્યા. તેમની દરિદ્રતા દૂર કરનાર આ સુંદર દેખાવનાં છોડને તેમણે મની પ્લાન્ટ નામ આપ્યું.
મૂળ વતન મેક્સીકોથી લઈ અમેરિકાનાં મધ્ય અને દક્ષિણ ઉષ્ણકટીબંધ સુધીનાં પટામાં પોચીયા પ્રકારની જમીનમાં ઉષ્ણકટીબંધ વાતાવરણનું આ ઝાડ છે. ભેજવાળી જમીનમાં તે 18 મીટર જેટલું ઊંચુ વધે છે. 18° થી 30°C તાપમાન તેને માફક છે. સીધા શીત પવનથી તેને દૂર રાખવો. તાપમાનમાં એકદમ ફેરફાર તે સહન નથી કરી શકતું અને પાન ખેરવી નાંખે છે. પાચીરા એક્વાટિકા ઝાડ 23 મીટર સુધી ઊંચા, 70 સેન્ટીમીટર વ્યાસ થાય છે. તેના ચળકતાં ફેલાયેલા હાથ જેવા પાન ઉપર 30 સેન્ટીમીટર સુધી લાંબા 9 અનુપાન, લીસી લીલી છાલ તેની ઓળખ છે. છાલ જુની થતાં રાખોડી રંગ લેવા સાથે ફાટે છે. તેના કેન્દ્રીય જાડા મૂળમાં પાણીનો સંગ્રહ થાય છે. કેન્દ્રીય મૂળને નાના મૂળો જોડાયેલા હોય છે.
ઓછી માવજતે ઘરમાં દેખાવ માટે ઉગાડી શકાતી પ્રજાતિ છે. ઘર માટે વિકસાવેલી પ્રજાતિમાં ડાળીઓ કુમળી હોય, ત્યારે 3 – 5 ડાળીઓને પરસ્પર વણી લેવાય છે. આ પ્રજાતિ 1 – 2 મીટર ઊંચી વધે છે. તેની ગુંથેલા જેવા દેખાવનું થડ અને ઘેરા લીલારંગનાં ખુલ્લા પંજા જેવા પાન તેને આકર્ષક દેખાવ આપે છે. ચીની વાસ્તુ ફેંગ શુઈ પ્રમાણે તે ભાગ્ય, ધન, પોઝિટિવ શક્તિ લાવે છે. તે અંદરની હવામાં રહેલી ઉડનશીલ ગંધોને ચૂસી લઈ હવાની ચોખ્ખાઈ જાળવે છે. તેનાં પાંચ પાનનાં ઝુમખાંને પાંચમૂળ તત્વો લાકડું, અગ્નિ, પૃથ્વી, ધાતુ અને પાણીનાં પ્રતિક માને છે.
તેને વેચવા માટે ઉગાડનારાઃ
છોડ–ઝાડને ઘરની અંદર રાખ્યું હોય ત્યારે તેની તંદુરસ્તી જાળવવા કેટલીક વિશેષ કાળજીઓ લેવી જરૂરી છે – તેને સીધો નહીં એવો સૂર્યપ્રકાશ માફક છે. સીધો પ્રકાશ તેનાં પાનને બાળી નાંખશે. વાદળછાયા વાતાવરણ કે શીયાળામાં કે બરફ પડે ત્યારે, ઘણો ઓછો પ્રકાશ તેની ડાળીઓને લાંબી બનાવશે અને પાન લાંબા અંતરાલે આવવાથી દેખાવ જોઈએ તેવો નહીં મળે. પાન પીળા પડી ખરી જશે, તે ફરી વાતાવરણ અનુકૂળ થાય, ત્યારે નવા પાન નીકળશે. ઓરડા વારે વારે બદલવા, સીધો તડકો આવે તેવી જગ્યાએ ફેરવવાનુ ટાળવું.
વાતાવરણમાં એકદમ પરિવર્તન તે સહન નથી કરતો. સામાન્ય રીતે કુંડા માટે વપરાતી ઘટ્ટ માટી આ ઝાડ માટે ન વાપરવી. છિદ્રાળુ કરકરી રેતી ભેળવેલી માટી વાપરવી. માટી ઢીલી, છુટ્ટી, પાણી ઝડપથી છોડી દેનારી, પૂરતા પોષણવાળી લેવી. તેમાં બરછટ રેતી ભેળવતા તે કુંડામાં સરસ ઊગે છે. ખરીદીને લાવેલા છોડને બરાબર તપાસી તેના ઉપર લગાવેલી રબર બેન્ડો કાઢી નાંખવી. પાચીરાને મોટા કુંડામાં ન વાવવા. તેના મૂળ નાનાં છે તેથી તેને એવા પાત્રમાં રાખવું જેમાં વધારાનાં પાણીને નીતરવાની સગવડ હોય અને માપસર હોય.
પાણી મૂળને જરૂર પૂરતું મળી રહે એટલું જ આપવું. વધારે પાણીમાં મૂળ સડી જતાં, છોડ મૃત્યુ પામે છે. ઘરમાં દેખાવ માટે રખાતો આ છોડ પાચીરા એક્વાટિકા તરીકે વેચાય છે પણ ખરેખર તે પાચીરા ગ્લાબ્રા નામની બીજી પ્રજાતિ છે. જમીનમાં ઉગાડેલા ઝાડને ઉપર પાનની ઘેઘુર ઘટા થાય છે. તેના ધ્યાનાકર્ષક દ્વીલિંગ ફૂલોની પાંખડીઓ 32 સેન્ટીમીટર લાંબી પણ ટુંકી ડાળી પર લાગેલા હોય છે. તેમની સુગંધ લીલી જેવી છે. સ્ત્રી અને પુંકેસરોનો સમુહ દાઢી કરવાનાં બ્રશ જેવો દેખાય છે. પાન અને ફૂલ ખવાય છે. એવું કહેવાય છે કે પુષ્પનો આકાર અને રાત્રી વિકાસી હોવું સૂચવે છે કે તેમનું ફલિકરણ ચામાચીડિયા કરે છે.
પુષ્પો 5.5 સેન્ટીમીટર સુધી પહોળા બાર્રો કોલોરાડો ટાપુ પર મળ્યા છે. બીજાશયમાં 5 ખાનામાં 10 – 15 ફળ આવે, વજન 1 – દોઢ કિલો હોય છે. વર્ષો સુધી પાચીરા ગ્લાબ્રાને એ લોકો પાચીરા એક્વાટીકા સમજતા રહ્યા. પછી ધ્યાને આવ્યું કે પાચીરા એક્વાટીકાનાં કેસરો લાલ અને ફળની બહારની ચામડી લીસ્સી હોય છે. તાઈવાનમાં તેની ખેતી કરાય છે. ઝાડને પહેલાં ફળ વસંત કે શીયાળામાં આવે છે. તે 5 °C તાપમાન સહન કરી લે છે પણ તેને 12 °Cથી નીચા તાપમાને ન રહેવા દેવું. આખું વર્ષ તેને ભેજ સાથે 20 °C તાપમાને જાળવીએ તો તંદુરસ્ત રહે છે. આ ઝાડને તેમના મોટા લાકડા જેવા આવરણ પર સફેદ પટાવાળા ફળ માટે ખેતી કરાય છે. ઉપરનું કવચ નથી ખવાતું. ફળ અંદર જ વિકસે છે – જ્યાં સુધી તેનું બહારનું કોચલું સ્વત: ફાટે. છૂટા પડેલાં બીનો સ્વાદ અને સુગંધ યુરોપનાં ચેસ્ટનટને મળતી આવે છે. તેમને ખાંડી ગરમ પીણું બનાવાય છે. બીમાં સાઈક્લોપીનોઈડ ફેટી એસીડ (CPFAs) છે જે કેન્સરકર હોઈ મનુષ્ય સહિત પ્રાણી માત્રમાં નથી વપરાતું. આ બી ઉંદર માટે ઝેરી છે. એક પ્રયોગમાં છ ઉંદરને બી અપાયા. પાંચ મરી ગયા છઠ્ઠાને આમાશય, યકૃત, વૃક્ક, ફેફસાંમાં સોજો અને બરોળ સંકોચાઈ હતી.
પાચીરા એક્વાટીકા ભારતીય ન હોઈ, આયુર્વેદનાં કોઈ પુસ્તકમાં તેનો ઉલ્લેખ નથી
ચીની વાસ્તુ, ફેંગ શુઈ પ્રમાણે છોડને દક્ષિણપૂર્વ ઓરડામાં અથવા ઓરડાનાં ખૂણામાં રાખવાથી પોઝિટિવ શક્તિનો પ્રવાહ અનુભવાય છે. વાસ્તુદોષ દૂર કરવા માટે ખરેખર એપીપ્રેમમનુમ ઓરરીયમ નામનો છોડ વપરાય છે. તેને પણ મની પ્લાન્ટ કહે છે. બન્ને પ્લાન્ટ વાતાવરણને ચોખ્ખું કરી ઘનશક્તિ પ્રદાન કરે છે. હવામાં રહેલા નુકસાનકારક રસાયનો દૂર થવાથી પ્રાણશક્તિ, ફેફસાંની ક્રિયાશક્તિ સુધરે છે. છોડની માવજત માનસિક થાક દૂર કરી, અંદરથી શાંતિ આપે છે. સાત્વિક વાતાવરણ જીવશક્તિ વધારે છે.
મધ્ય અને દક્ષિણ અમેરિકામાં પાચીરા એક્વાટીકાની છાલનો ઉકાળો કરીને પાંડુમાં, લોહીની અછતમાં, થાક દૂર કરવા અને રક્તદાબ ઓછું રરહેતું હોય, તેમાં પીવાય છે. પાચીરા એક્વાટીકાનાં પાનને પાણીમાં સારી રીતે પીસવાથી લેપ તૈયાર થાય છે. તેને ચામડી પર બળતરા થતી હોય, ત્યાં લગાવવાથી ઠંડક થાય છે. પાચીરા એક્વાટીકાનાં કાચા લીલા ફળ અને બીજ હિપેટાઈટીસમાં આપે છે. તેમાં થોડા પ્રમાણમાં સંજ્ઞાહરણ ગુણ મળ્યો છે. એ.એસ.પી.સી.એ પ્રમાણે પાચીરા એક્વાટીકા ઝાડ માણસ, કૂતરાં, બિલાડાં માટે બિનઝેરી છે. પાચનતંત્રની આત્યયિક સ્થિતિ ત્યારે ઊભી થાય છે, જ્યારે ઘણી મોટી સંખ્યામાં પાન કે છાલનું સેવન કર્યું હોય. ઝાડા, ઊબકા, ઉલટી કૂતરાં બિલાડામાં થાય છે. કાચા બીયામાં સાઈક્લોપ્રોપેનોઈડ ફેટી એસિડ હોઈ પશુઓમાં કેન્સરકારક થાય છે. નોંધવા જેવી બાબત એ છે કે ઘરમાં ઉછરતા છોડને જવલ્લેજ ફળ બેસે છે. ઝાડને સંક્રામક કીટકો, જંતુઓથી. બચાવવા મીટે રસાયન છાંટ્યા હોય, તો પાલતુ પ્રાણી તેનાં પાન ચાવે નહીં તેનું ધ્યાન રાખવું.
ઝાડનાં પાન, ડાળી, મૂળ, માનવ, કૂતરાં કે બિલાડીને નુકસાન નથી પહોંચાડતા પણ તેનાં ફળ અને બીજથી દૂર રહેવું. ઝાડને રાખ્યું હોય એ કુંડાની માટી સાવ સુકી થઈ જાય, ત્યારે માપમાં પાણી પાવું. ઊભા પાણીમાં ન રાખવું. તેને જે પાત્રમાં રાખ્યું હોય, તેને પાણી પીવડાવ્યાની પંદર મિનિટ પછી ખાલી કરી લેવું. તેને બરફ ક્યારેય ન નાંખવો.


