ગાંધીનગર, 10 સપ્ટેમ્બર, 2026 : More than 50 thousand schools complete self-evaluation exercise રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ ની ભલામણ અનુસાર રાજ્યમાં શૈક્ષણિક સુધારાઓને સુદ્રઢ કરવાના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા આ શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭થી ‘ગુજરાત સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન ફ્રેમવર્ક’ (G-SQAAF) સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં SQAAF ગુણાંકન -૨૦૨૬ અંતર્ગત ગુણવત્તાલક્ષી મૂલ્યાંકન કરવાનું નિયત કરવામાં આવેલ છે. જેના મુખ્ય ત્રણ સોપાન (૧) શાળાઓ દ્વારા સ્વ-મૂલ્યાંકન, (૨) વેરિફાયર્સ દ્વારા બાહ્ય-મૂલ્યાંકન અને (૩) SQAAF ગુણાંકન -૨૦૨૬ના પરિણામોનું પબ્લિક ડિસ્ક્લોઝર છે.
આ ત્રણ સોપાન પૈકી શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ સોપાન સ્વ-મૂલ્યાંકન માટે તા.૧૭/૦૮/૨૦૨૬ થી તા. ૦૮/૦૯/૨૦૨૬ સુધીનો સમયગાળો જાહેર કરાયો હતો. આ સમયગાળામાં રાજ્યની તમામ પ્રકારની શાળાઓ, શિક્ષક સંઘો અને સંચાલક મંડળો તરફથી SQAAF ગુણાંકનને અભૂતપૂર્વ પ્રતિસાદ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. હાલની સ્થિતિએ રાજ્યની ૫૦,૦૦૦ કરતાં વધુ શાળાઓએ સ્વ-મૂલ્યાંકનની કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરી છે. આ શાળાઓમાં રાજ્યમાં આવેલી તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓ (ગુજરાત બોર્ડ, CBSE કે અન્ય બોર્ડ સંલગ્ન)નો સમાવેશ થાય છે. સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (SSSA) સ્વ-મૂલ્યાંકનમાં ભાગ લેનાર તમામ શાળાઓને શાળા ગુણવત્તાના સંદર્ભમાં પારદર્શિતાના સંદર્ભમાં તેમના હકારાત્મક અભિગમ બદલ અભિંદન પાઠવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ-મૂલ્યાંકનના તબક્કામાં ભાગ ન લેનારી શાળાઓમાં નિષ્ણાત વેરિફાયર્સ દ્વારા સીધું જ બાહ્ય-મૂલ્યાંકન કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે SQAAF ગુણાંકન – ૨૦૨૬માં માત્ર શૈક્ષણિક પરિણામો જ નહીં, પરંતુ વહીવટ, અભ્યાસક્રમ, સર્વગ્રાહી મૂલ્યાંકન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વસમાવેશક પદ્ધતિઓ અને નેતૃત્વ જેવા બહુઆયામી ક્ષેત્રોમાં ૩૬૦-ડિગ્રી ગુણવત્તા ચકાસવામાં આવે છે. આ મૂલ્યાંકન માળખું રાષ્ટ્ર ક્ક્ષાની વિવિધ ભલામણો અને સ્કૂલ એક્રેડિટેશન ફ્રેમવર્ક્સના અભ્યાસના આધારે તૈયાર કરાયેલ વૈશ્વિક કક્ષાનું માળખું છે.


