Site icon Revoi.in

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મહિલા અચીવર્સને સોંપ્યા

Social Share

નવી દિલ્હીઃ મહિલા શક્તિ અને સિદ્ધિઓને પ્રેરણાદાયક શ્રેય આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિવિધ ક્ષેત્રોમાં પોતાની છાપ છોડી રહેલી મહિલાઓને સોંપ્યા છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર, મહિલા અચીવર્સ પ્રધાનમંત્રીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની વાતો અને આંતરદૃષ્ટિ શેર કરવા માટે ગર્વથી આવે છે.

મહિલા અચીવર્સે પ્રધાનમંત્રીના X એકાઉન્ટ પર પોસ્ટ કરી કે, “અંતરિક્ષ ટેકનોલોજી, પરમાણુ ટેકનોલોજી અને મહિલા સશક્તિકરણ…” અમે અલીના મિશ્રા એક પરમાણુ વૈજ્ઞાનિક અને શિલ્પી સોની એક અંતરિક્ષ વૈજ્ઞાનિક છે અને અમને #WomensDay પર પ્રધાનમંત્રીના સોશિયલ મીડિયા હેન્ડલનું નેતૃત્વ કરવા બદલ ખૂબ જ આનંદ અનુભવીએ છે.

અમારો સંદેશ છે – ભારત વિજ્ઞાન માટે સૌથી ગતિશીલ સ્થળ છે અને તેથી અમે વધુ મહિલાઓને તેમાં આગળ વધવા માટે આહ્વાન કરીએ છીએ.”