નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયુસેના દિવસ પર તમામ બહાદુર વાયુ યોદ્ધાઓ અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વાયુસેના દિવસ પર તમામ બહાદુર વાયુ યોદ્ધાઓ અને તેમના પરિવારોને શુભેચ્છાઓ. ભારતીય વાયુસેના બહાદુરી, શિસ્ત અને ચોકસાઈનું પ્રતીક છે. તેઓએ સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં પણ આપણા આકાશને સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. કુદરતી આફતો દરમિયાન પણ તેમની ભૂમિકા ખૂબ પ્રશંસનીય છે. તેમની પ્રતિબદ્ધતા, વ્યાવસાયિકતા અને અદમ્ય હિંમત દરેક ભારતીયને ગર્વ કરાવે છે.

