પૂર્વ પીએમ જવાહરલાલ નેહરુની 59મી પુણ્યતિથિ- પીએમ મોદી સહીત કોંગ્રેસના નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી
- આજે જવાહરલાલ નેહરુની પુણ્યતિથિ
- પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી
દિલ્હી- આજે દેશના પૂર્વ વડાપ્રધાન મંત્રી પંડિત જવાહરલાલ નેહરુની 59મી પુણ્યતિથિ છે આ ખાસ દિવસે દેશના વડાપ્રધાન મોદીએ તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.આ દિવસ પર પીએમ મોદીએ ટ્વિટર કર્યું છે અને કહ્યું છે કે, “તેમની પુણ્યતિથિ પર, હું આપણા પૂર્વ પીએમ પંડિત જવાહરલાલ નેહરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું”.
On his death anniversary, I pay tributes to our former PM Pandit Jawaharlal Nehru.
— Narendra Modi (@narendramodi) May 27, 2023
પીએમ મોદી સહીત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પણ આજના દિવસે જવાહરલાલ નહેરુંને યાદ કર્યા છે અને તેઓને શ્રદ્ધાંજલી પાઠવી હતી,કોંગ્રેસ સમિતિએ શનિવારે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને તેમની 59મી પુણ્યતિથિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય રાજધાનીમાં અહીં શાંતિ વન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પૂર્વ વડાપ્રધાનને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
हिंद के जवाहर को नमन 🙏 pic.twitter.com/T3xj9uMrwn
— Congress (@INCIndia) May 27, 2023
આપણે સૌ જાણીએ છીએ કે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જવાહરલાલ નેહરુની મુખ્ય ભૂમિકા રહી હતી. 1947માં આઝાદી બાદ તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન પણ બન્યા હતા. ભારતને બ્રિટિશ શાસનમાંથી મુક્ત કરવા માટે, નેહરુએ બ્રિટિશરો સામે લડ્યા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના અગ્રણી નેતાઓમાં સામેલ હતા
જવાહર લાલ નહેરુ 1947 થી 1964 સુધી 74 વર્ષની વય સુધી પીએમ રહ્યા હતા. તેમને બાળકો પ્રત્યે ખૂબ જ લગાવ હતો અને બાળકો તેમને ચાચા નેહરુ કહીને બોલાવતા હતા. ત્યારથી તેઓ ચાચા નહેરુ તરિકે પણ જાણીતા બન્યા.
આ સાથે જ તેમની યાદમાં નેહરુની જન્મજયંતિ 14 નવેમ્બરે ભારતમાં દર વર્ષે બાળ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. તેમને 27 મે વર્ષ 1964ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાને અંતિમ શ્વાસ લીધા હતા.આજે તેમની 59મી પુણ્તિથિ છે ત્યારે દેશના અનેક નેતાઓ તેમને શ્રદ્ધાજંલિ પાઠવી રહ્યા છે.