1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદીએ દેશવાસીઓને 75મા સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી- આજે 8મી વખત પીએમ મોદી ધ્વજ લહેરાવશે
પીએમ મોદીએ દેશવાસીઓને 75મા સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી- આજે 8મી વખત પીએમ મોદી ધ્વજ લહેરાવશે

પીએમ મોદીએ દેશવાસીઓને 75મા સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી- આજે 8મી વખત પીએમ મોદી ધ્વજ લહેરાવશે

0
Social Share
  • પીએમ મોદી 8 મી વખત ધ્વજ લહેરાવશે
  • થીમ હશે આત્મ નિર્ભર ભારત

દિલ્હીઃ આજે સમગ્ર દેશભમાં 75મા સ્વતંત્રતા દિવસના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે,ત્યારે આજે પીએમ મોદી 8 મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવશે, આ સાથે જ આ વર્ષનો આ પર્વ ખાસ હશે,ધામધૂમપૂર્વક ઉજવણી કરવાની તૈયારીઓ શરૂ થઈ છે. 75માં સ્વંતત્રતા દિવસને આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ઉજવણી કરવાનું નક્કી કરાયું છે.  આ સાથે જ પહેલી વખત લાલ કિલ્લા પર પુષ્પવર્ષા પણ કરવમાં આવશે.આજના આ ખાસ દિવસ પર પીએમ મોદીએ દેશવાસીઓને આ પર્વની શુભેચ્છાઓ પાઠવી છે.

આજના આ ખાસ દિવસે  પીએમને ગાર્ડ ઓફ ઓનર આપવા માટે નૌસેના, વાયુસેના અને દિલ્હી પોલિસના દરેક અધિકારીઓમાંથી એક અધિકારી ઉપસ્થિત રહેશે, આ સહીત નૌસેનાની કમાન લેફ્ટિનેન્ટ કમાન્ડર સુને ફોગાટ, સેનાની ટુકડીની કમાન મેજર વિકાસ સાંગવાન અને વાયુસેનાની કમાન સ્કવોડ્રન લીડર એ બેરવાલ સંભાળનાર છે.

પીએમ મોદી ધ્વજવંદન બાદ દેશજોગ સંદેશો પણ આપશે. આ પર્વ પર આઝાદીનો અમૃત મહોત્સવ મનાવશે. અમદાવાદના સાબરમતિ આશ્રમથી આઝાદી અમૃત મહોત્સવ શરૂ કરવામાં આવશે જે 15 ઓગસ્ટ વર્ષ 2023 સુધી ચાલુરખાશે. આ કાર્યક્રમમાં ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવનાર નીરજ ચોપડાની પણ ઉપસ્થિતિ જોવા મળશે

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code