Site icon Revoi.in

PM મોદીએ વિપક્ષી નેતાઓને સત્તા ભૂખ્યા ગણાવીને કર્યાં આકરા પ્રહાર

Social Share

વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિપક્ષી પક્ષો પર પ્રહાર કરતા કહ્યું કે સત્તાના ભૂખ્યા લોકો ફક્ત પોતાના પરિવારોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જ્યારે તેમની સરકાર સમાવેશી વિકાસના મુદ્દા પર કામ કરે છે. પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં 3,880 કરોડ રૂપિયાના 44 પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યા પછી એક સભાને સંબોધતા મોદીએ કહ્યું, “રાષ્ટ્રની સેવામાં અમારો માર્ગદર્શક મંત્ર હંમેશા ‘સબકા સાથ, સબકા વિકાસ’ રહ્યો છે. આ ભાવના સાથે, અમે દરેક નાગરિકના કલ્યાણ માટે આગળ વધતા રહીશું.”

તેમણે કહ્યું કે તેનાથી વિપરીત, જેઓ સત્તાના ભૂખ્યા છે તેઓ દિવસ-રાત રાજકીય રમતો રમે છે અને તેઓ ફક્ત પરિવાર-કેન્દ્રિત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રધાનમંત્રીએ તેમના સંસદીય મતવિસ્તારમાં કહ્યું, “સત્તા માટે રમત રમનારા લોકોને ફક્ત તેમના પરિવારોની પ્રગતિમાં રસ છે.”

વારાણસીના ડિવિઝનલ કમિશનર કૌશલ રાજ શર્માએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી દ્વારા 3,880 કરોડ રૂપિયાના 44 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં ગ્રામીણ વિકાસ પર કેન્દ્રિત યોજનાઓનો સમાવેશ થાય છે. આમાં ૧૩૦ પીવાના પાણીના પ્રોજેક્ટ્સ, 100 નવા આંગણવાડી કેન્દ્રો, ૩૫૬ પુસ્તકાલયો, પિંદ્રા ખાતે પોલિટેકનિક કોલેજનું નિર્માણ અને સરકારી ડિગ્રી કોલેજનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ પોલીસ લાઇન ખાતે ટ્રાન્ઝિટ હોસ્ટેલ અને રામનગર ખાતે પોલીસ બેરેક અને ચાર ગ્રામીણ રસ્તાઓનું પણ ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.

Exit mobile version