1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પીએમ મોદી 25 ડિસેમ્બરે યૂપીના ખેડૂતો સાથે કરશે સંવાદ – કૃષિ કાયદાઓ અંગેની યોગ્યતાઓ જણાવશે

પીએમ મોદી 25 ડિસેમ્બરે યૂપીના ખેડૂતો સાથે કરશે સંવાદ – કૃષિ કાયદાઓ અંગેની યોગ્યતાઓ જણાવશે

0
Social Share
  • પીએમ મોદી કરશે ખેડૂતો સાથે સંવાદ
  • 25 ડિસેમ્બરે- પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જમ્નજયંતિ
  • અવધમાં જ 377 સ્થળો પર આ કાર્યક્રમ યોજાશે

દિલ્હીઃ- આવનારી  25 ડિસેમ્બર એટલે કે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ પર દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી ખેડૂતો સાથે સંવાદ કરશે. આ દરમિયાન અવધના ખેડુતોને પીએમ મોદી નવા કૃષિ કાયદાની યોગ્યતાઓ વિશેષતાઓ જણાવશે. આ સાથે ઉત્તર પ્રદેશ ભાજપના કાર્યકરો કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરના પત્ર લઈને  ઘરે ઘરે જશે.

પીએમ મોદી વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી ખેડૂતોના 2500 ચૌપાલ  સાથે જાડાશે

25 ડિસેમ્બરના રોજ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર વડા પ્રધાન મોદી સમગ્ર ઉત્તર પ્રદેશમાં 2 હજાર 500 ખેડુતોના ચૌપાલ સાથે જોડાશે. ભાજપ રાજ્યમાં અઢી હજારથી વધુ સ્થળોએ ખેડૂતો સુધી પહોંચવાની ઝુંબેશ ચલાવશે, જેમાં વડા પ્રધાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાશે.

અવધમાં  377 સ્થળોએ આ કાર્યક્રમ થશે

ઉત્તર પ્રદેશમાં ખેડૂતોને જોડનારો આ સૌથી મોટો કોર્યક્રમ થવા જઈ રહ્યો છે, માત્ર અવધમાં જ 377 સ્થળો હશે જ્યારે સમગ્ર ઉત્તર પ્રદેશમાં અઢી હજારથી વધુ જગ્યાઓ પર આ કાર્યક્રમ યોજાશે.

બીજી તરફ, 28 દિવસોથી ખેડૂતો દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે. ખેડુતોએ ટીમો બનાવી છે. વાટાઘાટોના મુદ્દાઓ પર ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જો સરકારના પ્રસ્તાવ ઉપર મંથન થાય છે તો સરકાર વતી ખેડુતોને મનાવવા કવાયત થઈ રહી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ટ્વીટ કરીને ખેડૂતોને આ આંદોલન પાછું ખેંચવાની અપીલ કરી છે.

પીએમ મોદીનો સંવાદ દરેક સુધી પહોચાડવાની તૈયારીઓ

ઉલ્લએખનીય છે કે, 25 ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કિસાન સન્માન નિધિનો સાતમો હપ્તો રજૂ કરશે. આ સમય દરમિયાન પીએમ મોદી અવધના ખેડૂતો સાથે વાત કરશે. ઉત્તર પ્રદેશ ભાજપે આ માટે ખાસ તૈયારીઓ કરી લીધી છે. દરેક જિલ્લામાં કિસાન સંવાદ યોજવામાં આવશે. જેથી કૃષિ કાયદા અંગે પીએમ મોદીનો સંદેશ લોકોને પહોંચાડી શકાય

સાહિન-

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code