
પ્રધાનમંત્રી મોદી આજરોજ તમામ મંત્રાલયોના સચિવો સાથે કરશે બેઠક – દરેકના કાર્યની સમિક્ષા કરાશે
- પીએમ મોદી આજે તમામ મંત્રાલયોના સચિવ સાથે બેઠક કરશે
- દરેક કાર્યાલયોના કાર્યની કરશે સમિક્ષા
દિલ્હીઃ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 સપ્ટેમ્બરે અટલે કે આજરોજ વિવિધ મંત્રાલયો અને વિભાગોના સચિવો સાથે સમીક્ષા બેઠક યોજનાર છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પરિષદના સભ્યો સાથે થયેલા ચિંતન શિબિર બાદ પ્રધાનમંત્રીએ આ સમીક્ષા બેઠક બોલાવી છે.
આ બાબતને લઈને સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતીમુબજ , 18 સપ્ટેમ્બરે યોજાનારી સચિવો સાથેની આ બેઠક સાંજે યોજાનારા છે. જો કે કયા મુદ્દાઓને લઈને બેઠક બોલાવવામાં આવી છે તેના અંગે હાલ વિગતવાર કોઈ પણ માહિતી પ્રાપ્ત થઈ નથી.
જો કે આ બેઠકને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે,કોરોના મહામારીને કારણે જીવનશૈલીમાં ફેરફાર અને પડકારોનો સામનો કરવા માટે વડાપ્રધાન મોદી મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી રહ્યા છે. આ સાથે જ કહી શકાય કે અર્થતંત્રને વેગ આપવા અને કોરોનાની ત્રજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને, દરેક મંત્રીઓના કાર્ય તૈયારીઓની સમીક્ષા પમ કરવામાં આવશે.
તાજેતરમાં, પીએમ મોદીએ ધર્મેન્દ્ર પ્રધાન સહિત ઘણા મંત્રીઓ સાથે મંથન બેઠક કરી હતી. જો સૂત્રોનું માનીએ તો પીએમ મોદી તમામ મંત્રીઓ સાથે વન ટૂ વન કરવા જઈ રહ્યા છે. આવનારા સમયમાં મંત્રી પરિષદની આવી ચાર વધુ બેઠકો યોજાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. પ્રધાનમંત્રી પરિષદની છેલ્લી બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે મંત્રીઓએ હંમેશા એકબીજા સાથે વિચારોની આપલે કરવી જોઈએ.ઉલ્લેખનીય છે કે કોરોનાની સ્થિતિને લઈને પીએમ મોદી સતત દેશની જનતાના હિતમાં મંત્રીઓના કાર્યની સમિક્ષા કરીને વિકાસને વેગ આપવાની દિશામાં કાર્ય કરી રહ્યા છે