1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદીએ બાળકોને પિરસ્યું ભોજન, અક્ષય પાત્ર ફાઉન્ડેશને પિરસી 300 કરોડમી થાળી
પીએમ મોદીએ બાળકોને પિરસ્યું ભોજન, અક્ષય પાત્ર ફાઉન્ડેશને પિરસી 300 કરોડમી થાળી

પીએમ મોદીએ બાળકોને પિરસ્યું ભોજન, અક્ષય પાત્ર ફાઉન્ડેશને પિરસી 300 કરોડમી થાળી

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સવારે વૃંદાવન, મથુરા ખાતે આવેલા અક્ષય પાત્ર ફાઉન્ડેશનના પરિસરમાં પહોંચ્યા હતા. તેમણે અહીં આયોજીત ફાઉન્ડેશનની 300 કરોડમી ભોજનની થાળી પિરસવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે બાળકોને ભોજન પિરસ્યું અને ખવડાવ્યું પણ હતું.

વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે અક્ષય પાત્ર સંસ્થાએ પહેલી થાળી ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના શાશનકાળમાં પિરસી હતી અને આજે તેમણે અહીં 300 કરોડમી થાળી પિરસવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. સંસ્થાનું આ કામ અસાધારણ છે.

તેમણે કહ્યુ હતુ કે સેવા અને સમર્પણ કોઈ સમ્માન માટે હોતા નથી. સંસ્થાને ગાંધી શાંતિ પુરષ્કાર આપવામાં આવ્યો છે. સ્વામી મધુપંડિત દાસને પદ્મશ્રી પુરસ્કારથી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે. સ્કૂલોમાં મિડ-ડે મીલની પરંપરા આઝાદી પહેલાથી ચાલી આવે છે. પોષકતાની સાથે પુરતા અને સારી ગુણવત્તાવાળું ભોજન બળકોને મળે એ સુનિશ્ચિત કરવાનું રહ્યું છે.

જેવી રીતે મજબૂત ઈમારત માટે પાયો નક્કર હોવો જરૂરી છે. તેવી રીતે શક્તિશાળી નવા ભારત માટે પોષિત અને સ્વસ્થ બાળપણનું હોવું પણ જરૂરી છે. જો દેશનું બાળપણ કમજોર રહેશે, તો તેના વિકાસની ગતિ ધીમી થઈ જશે. જો જન્મથી પહેલા અને તાત્કાલિક બાદ બાળકના ખાનપાન પર ધ્યાન આપવામાં આવે, તો ભવિષ્યમાં સ્વાસ્થ્યને લઈને મુશ્કેલીઓ ઘટશે.

અક્ષય પાત્ર સંસ્થાએ વર્ષ 20002માં પોતાના આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. બાદમાં સંસ્થાએ 2012માં 100 કરોડ ભોજન પિરસવાની સાથે પોતાની પહેલી મુખ્ય સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. 2016 સુધીમાં સંગઠને 200 કરોડમી થાળી પિરસી હતી. તે વખતે 27 ઓગસ્ટ-2016ના રોજ બેંગાલુરુમાં ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની ઉપસ્થિતિમાં આ સિદ્ધિની ઉજવણી કરવામાં આવી હતી.

અક્ષય પાત્રએ પોતાના તમામ લાભાર્થીઓના પોષણ અને સ્વાસ્થ્યની સ્થિતિમાં સુધારો સુનિશ્ચિત કરવા માટે સતત સંતુલિત, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન પ્રદાન કરવાનો નિરંતર પ્રયાસ કર્યો છે. ભોજન આપવામાં પ્રાદેશિક સ્વીકાર્યતાનું પાલન કરવામાં આવે છે. આવી રીતે આ મેન્યૂ ઉત્તર ભારતમાં મુખ્યત્વે ઘઉં આધારીત અને દક્ષિણ ભારત, ઓડિશા અને આસામ જેવા રાજ્યોમાં ચોખા પર આધારીત હોય છે.

અક્ષયપાત્રમાં, બાળકો માટે વિવિધ પ્રકારના અને અલગ-અલગ સ્વાદવાળા ભોજનને સુનિશ્ચિત કરવા માટે એક વ્યવસ્થિત અને ચક્રીય રીતે મેન્યૂને સંશોધિત કરવાનો સતર્કતા સાથેનો પ્રયાસ કરવામાં આવે છે. ફાઉન્ડેશનના સ્કૂલના લંચના કાર્યક્રમમાં ખાદ્ય સુરક્ષા, ગુણવત્તા અને સ્વચ્છતાને સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે. કાચા માલથી લઈને રાંધેલા ભોજન સુધી, ઉત્પાદનોના મૂલ્યાંકનની સુવિધાઓ માટે ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા નિયંત્રણ પ્રયોગશાળા એટલે કે એફએસક્યૂસી લેબ્સની પણ સ્થાપના કરવામાં આવી છે.

જ્યારે પોષણ સુરક્ષાની વાત આવે છે, તો પ્રમાણ, ગુણવત્તાના સામાન જ મહત્વપૂર્ણ હોય છે. બાળકોને પુરતા પ્રમાણમાં પૌષ્ટિક ભોજનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે એક દિવસ પહેલા જ ઈંડેંટ એકઠા કરવામાં આવે છે.

અક્ષય પાત્રએ સ્કૂલ લંચના કાર્યક્રમના વિભિન્ન પાસાઓ પર મૂલ્યવાન ઈનપુટ્સ પ્રાપ્ત કરવા અને માર્ગદર્શન માટે આઈસીઆઈરઆઈએસએટી અને સીએફટીઆરઆઈ જેવા મુખ્ય સંગઠનો સાથે ભાગીદારી કરી છે.

મધ્યાહન ભોજન કાર્યક્રમના અમલીકરના ભાગીદાર તરીકે અક્ષય પાત્રને સમગ્ર યાત્રા દરમિયાન માનવ સંસાધન વિકાસ મંત્રાલય, ભારત સરકાર અને વિભિન્ન રાજ્ય સરકારોના સમર્થન અને પ્રોત્સાહન પ્રાપ્ત થયા છે. ફાઉન્ડેશન, ભોજન કાર્યક્રમના હિસ્સા તરીકે દરરોજ સ્કૂલી બાળકોને ગુણવત્તાપૂર્ણ, સ્વચ્છ અને પૌષ્ટિક ભોજન આપવા માટે પોતાની પ્રતિબદ્ધતા જાળવી રાખશે.

વૃંદાવન ખાતેના કાર્યક્રમમાં માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકર, મથુરાથી ભાજપના સાંસદ હેમામાલિની, રાજ્યના પ્રધાન શ્રીકાંત શર્મા, પ્રધાન લક્ષ્મીનારાણય ચૌધરી, અનુપમા જયસ્વાલ, ધારાસભ્ય કારિંદા શ્રીજી, મેયર મુકેશ આર્યબંધૂ, અક્ષય પાત્ર સંસ્થાના અધ્યક્ષ સ્વામી મધુપંડિત દાસા સહીતના તમામ લોકો હાજર રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.