1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદી આજે ઓડિશા ખાતે વંદેભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે , રાજ્યને કરોડો રુપિયાની યોજનાઓની આપશે ભેંટ
પીએમ મોદી આજે ઓડિશા ખાતે વંદેભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે , રાજ્યને કરોડો રુપિયાની યોજનાઓની આપશે ભેંટ

પીએમ મોદી આજે ઓડિશા ખાતે વંદેભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે , રાજ્યને કરોડો રુપિયાની યોજનાઓની આપશે ભેંટ

0
Social Share
  • પીએમ મોદી એજે ઓડિશા ખાતે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે
  • કરોડો રુપિયાની યોજનાઓની આપશે ભેંટ

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની જનતાને અવાર નવાર અનેક વિકાસ કાર્યોની યોજનાઓની ભેંટ આપતા હોય છે ત્યારે આજ રોજ પીએમ મોદી ઓડિશાની જનતાને વંદેભારત એક્સપ્રેસ ટ્રેનની ભેંટ આપવા જઈ રહ્યા છે.પીએમ મોદી આજે  પુરીથી હાવડા વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે, સાથે જ પુરી અને કટક રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે.

ઉલ્લેખનીય કે ટ્રેનના ઉદ્ધાટન પહેલા  કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ જ્યાં આ સમગ્ર કાર્યક્રમ યોજાનાર છે ત્યાં પહોંચી અહીની સ્થિતિની  સમીક્ષા કરી હતચી આ  માટે અડધી રાત્રે પુરી રેલ્વે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પીએમ ઓડિશામાં રૂ. 8,200 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ સમર્પિત કરશે અને પુરી અને કટક રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે.

આ બાબતને વધુમાં રેલવે મંત્રીએ વધુમાં કહ્યું કે પીએમ મોદીએ ઓડિશામાં વિકાસ કાર્યો માટે 10,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. 10 વર્ષ પહેલા ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાની ક્ષમતા ધરાવતા રાજ્યના વિકાસ માટે માત્ર રૂ. 800 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.

રેલ્વે અધિકારીએ જણાવ્યું કે હાવડા-પુરી-હાવડા વંદે ભારત એક્સપ્રેસને ગુરુવારે લગભગ 1 વાગ્યે પુરીથી વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરવામાં આવશે. હાવડા-નવી જલપાઈગુડી વંદે ભારત એક્સપ્રેસ પછી પશ્ચિમ બંગાળ દ્વારા પ્રાપ્ત થનારી આ બીજી વંદે ભારત એક્સપ્રેસ છે. આ ટ્રેન હાવડા અને પુરી વચ્ચેનું 500 કિમીનું અંતર લગભગ સાડા છ કલાકમાં કાપશે.હાવડા-પુરી-હાવડા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું નિયમિત સંચાલન 20 મેના રોજ હાવડા અને પુરીથી શરૂ થશે અને ગુરુવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ ચાલશે. તે હાવડાથી સવારે 6:10 વાગ્યે ઉપડશે અને 12:35 વાગ્યે પુરી પહોંચશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code