
PM મોદી માતા હિરાબાના 100 માં જન્મદિવસ પર પોતાના વતને જશે – ખાસ પૂજાનું આયોજન કરવામાં આવશે
- પીએમ મોદી હિરાબાનો 100 માો જન્મ દિવસ મનાવશે
- આ દિવસે ખાસ પૂજાનું આયોજન કરવામાં આવ્યું
દિલ્હીઃ- વડા પ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને તેમની માતા હીરાબેન મોદીના 100માં જન્મદિવસે તેમને મળવા માટે પહોચશે, પીએમ મોદીની માતા ગુજરાતના ગાંધીનગરમાં રહે છે. PM મોદીની માતાના જન્મદિવસ નિમિત્તે વડનગરના હાટકેશ્વર મંદિરમાં ખાસ પૂજાનું આયોજન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 11 માર્ચે પીએમ મોદી અમદાવાદમાં તેમની માતાને મળ્યા હતા. ત્યારબાદ તેઓ ગુજરાતના બે દિવસના પ્રવાસે હતા. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની માતા હીરાબેન મોદીને કોરોના વાયરસ મહામારીના કારણે બે વર્ષ પછી મળ્યા હતા. ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે આવનારા 2 દિવસની અંદર પીએમ મોદી માતાને મળવા માટે પોતાના વતન જશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 18 જૂને પીએમ મોદી અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે. પીએમ મોદી વડોદરામાં એક કાર્યક્રમમાં લગભગ 4 લાખ લોકોને સંબોધિત પણ કરશે. પીએમ મોદીનો આ કાર્યક્રમ ન સરદાર એસ્ટેટ જીકની લેપ્રસી હોસ્પિટલમાં યોજાનાર છે.
મીડિયા રિપોર્ટસ પ્રમાણે સ્થળ પર જર્મન ટેક્નોલોજીથી બનેલા ખાસ ડોમ સહિત કેટલીક ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. રસ્તાઓનું કાર્પેટિંગ, પાર્કિંગની સુવિધા, લાઇટિંગ અને આનુષંગિક સુવિધાઓ પણ પૂર્ણતાના આરે છે. કોઈપણ ઈમરજન્સીને પહોંચી વળવા માટે મેડિકલ ટીમો પણ સ્થળ પર તૈનાત કરવામાં આવશે